મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , શનિવાર, 30 જૂન 2018 (11:45 IST)

આજે છે આધાર-PAN કાર્ડને લિંક કરાવવાની અંતિમ તક, નહી તો ફંસાઈ જશે તમારુ રિટર્ન

જો તમે અત્યાર સુધી તમારા પેન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યુ તો આજે તમારે આ કામ પતાવી લેવુ જોઈએ. આ આધારને પેન સાથે લિંક કરાવવાની 30 જૂન મતલબ આજે અંતિમ તારીખ છે. જો તમે જલ્દી જ આ કામ નહી પતાવો તો તમને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે પૈન અને આધાર કાર્ડ લિંક કર્યા વગર તમે ઓનલાઈન ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ નહી કરાવી શકો. આવી સ્થિતિમાં તમારુ ટેક્સ રિફંડ ફસાય શકે છે.  કેન્દ્ર સરકારે પૈનને આધાર સાથે લિંક કરાવવુ અનિવાર્ય બનાવી દેવામાં આવ્યુ છે. 
 
સેંટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટર ટેક્સે પૈનને આધાર સાથે લિંક કરાવવાની સીમાને ચોથીવાર વધારી દીધી છે. ચોથીવાર જ્યારે તારીખને વધારવામાં આવી તો સીબીડીટી આધારથી પૈનને લિંક કરાવવાની અંતિમ તારીખ 30 જૂન નક્કી થઈ ગઈ હતી. માહિતગારો મુજબ  જે લોકોએ પૈનને આધાર સાથે લિંક નથી કરાવ્યુ તેમનુ ઈંકમટેક્સ રિફંડ મુશ્કેલીમાં ફસાય શકે છે. 
 
ન જોડતા થશે આ પરેશાનીઓ 
-ઓનલાઈન ITR ફાઈલ નહી કરી શકો. 
- તમારુ ટેક્સ રિફંડ ફસાય શકે છે. 
 
ડેડલાઈન પછી રદ્દી થઈ જશે પૈન 
 
ગયા વર્ષે સરકારે ટેક્સપેયર્સ પાસેથી ઈનકમ ટેક્સ રિટર્ન ભરવા માટે આધારને પૈન સાથે જોડવા માટે કહ્યુ હતુ.  જો કે પહ્હી તેમની ડેડલાઈન વધારી દેવામાં આવી. માર્ચ 2018 સુધી પૈન આધારને જોડવાની અંતિમ તારીખ હતી.  પણ સુપ્રીમ કોર્ટમાં આધાર મામલાની સુનાવણીને કારણે આગળ વધારી દેવામાં આવી.  હવે આ વર્ષ માટે પણ 30 જૂન અંતિમ ડેડલાઈન છે.  જો કરદાતા આધાર સાથે પૈન કાર્ડ લિંક નહી કરાવે તો પૈન કાર્ડ રદ્દ થઈ શકે છે.