બેહિસાબ ધન જમા કરનારા પર 50 ટકા ટેક્સ લાગશે અને ચાર વર્ષ માટે એકાઉંટ લોક થઈ જશે
સરકાર સંસદન વર્તમાન સત્રમાં ટેક્ષ કાયદામાં સંશોધન લાવવાની યોજના બનાવી રહી છે. જેના હેઠળ નોટબંધી પછી 30 ડિસેમ્બર સુધી જાહેર બેહિસાબ જમા બેંક રાશિ પર ન્યૂનતમ 50 ટકા કર લાગી શકે છે. આ ઉપરાંત બાકી રકમના અડધાના નિકાસી પર ચાર વર્ષની રોક લાગી જશે.
જો કે જો કરદાતા સ્વચ્છાથી બિહિસાબ રકમની જાહેરાત નહી કરે તો ઉચ્ચ દરથી 90 ટકા ટેક્ષ લાગશે.
મંત્રીમંડળે શુક્રવારે રાત્રે આવક કાયદામાં સંશોધન કરવાની મંજૂરી આપી છે. જેના હેઠળ જૂના 500 અને 1000 રૂપિયાના નોટ નિર્ધારિત સીમાથી વધુ જમા કરવા વિશે જો ઈંકમટેક્ષ અધિકારીઓ સમક્ષ જાહેરાત કરી તો તેમના પર 50 ટકા કર લાગી શકે છે.
ઈંકમટેક્ષ અધિકારીઓએ 10 નવેમ્બરથી 30 ડિસેમ્બર વચ્ચે 2.5 લાખ રૂપિયાથી વધુ બેહિસાબ જમા પર કર અને તેના પર 200 ટકા દંડ લગાવવાની વાત કરી હતી. પછી એ પણ અનુભવાયુ છે કે આ પ્રકારની વાતો પાછળ કોઈ કાયદાકીય આધાર નથી.