શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 4 એપ્રિલ 2022 (12:39 IST)

મેગા મર્જર - HDFC અને HDFC બેંકનો થશે વિલય, આ ડીલ હેઠળ HDFC બેંકમાં HDFCની થશે 41% ભાગીદારી

હાઉસિંગ ડેવલોપમેંટ ફાઈનેંસ કોર્પોરેશન (HDFC) અને HDFC બેંકએ વિલયનુ એલાન કર્યુ છે. આ ડીલ હેઠળ HDFC બેંકમાં HDFC ની 41% ભાગીદારી રહેશે.  HDFC એ આજે,  એટલે કે સોમવારે બતાવ્યુ કે આજે બોર્ડની મીટિંગમાં HDFC ને HDFC બેંકમાં વિલયની મંજુરી આપવામાં આવી છે. આ વિલયમાં કંપનીના શેયર હોલ્ડર્સ અને ક્રેડિટર્સ (કર્જ લેનારા)નો પણ સમાવેશ થશે. 
 
HDFC એ કહ્યુ કે પ્રસ્તાવિત ડીલનો હેતુ  HDFC બૈંકના હાઉસિંગ લોન પોર્ટફોલિયોને સારો બનાવવનો છે અને તેન વર્તમન કસ્ટમર બેસ વધારવાનો છે. HDFC અને HDFC બેંકનો આ વિલય નાણાકીય વર્ષ 2024ની બીજી કે ત્રીજી ત્રિમાસિકના રૂપમાં પુરો થશે. 
 
આ બરાબરીનો વિલય 
HDFC લિમિટેડના ચેરમેન દીપક પારેખે જણાવ્યું હતું કે આ મર્જર ઓફ ઈક્વલ્સ છે. અમારું માનવું છે કે RERAના અમલીકરણને કારણે, હાઉસિંગ સેક્ટરને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો, એફોર્ડેબલ હાઉસિંગ પર સરકારની પહેલ, અન્ય બાબતોની સાથે, હાઉસિંગ ફાઇનાન્સ બિઝનેસમાં મોટો વધારો થશે.
 
HDFCની સંપત્તિ 6.23 લાખ કરોડ અને HDFC બેંકની 19.38 લાખ કરોડ છે
HDFC પાસે 31 ડિસેમ્બર, 2021 સુધીમાં કુલ રૂ. 6.23 લાખ કરોડની સંપત્તિ અને રૂ. 35,681.74નું ટર્નઓવર છે. બીજી તરફ HDFC બેંકની કુલ સંપત્તિ 19.38 લાખ કરોડ રૂપિયા છે.
 
બંને કંપનીઓના શેયર્સમાં શાનદાર તેજી 
મર્જરના સમાચાર આવતાની સાથે જ બંને કંપનીઓના શેરમાં જોરદાર ગ્રોથ જોવા મળી રહ્યો છે. BSE પર સવારે 10 વાગ્યે HDFCનો સ્ટોક 13.60% વધ્યો હતો. એ જ રીતે HDFC બેંકના શેરમાં પણ લગભગ 10%નો ઉછાળો જોવા મળ્યો હતો.
 
વિલયથી  શેરહોલ્ડર્સ પર શુ થશે અસર ?
HDFC બેન્કનું HDFC લિમિટેડ સાથે મર્જર થયા પછી, HDFC બેન્ક જાહેર શેરધારકોની 100% માલિકીની બની જશે. જે પછી HDFC લિમિટેડ પાસે HDFC બેંકમાં 41% હિસ્સો રહેશે. HDFC લિમિટેડ અને HDFC બેંકનો શેર વિનિમય ગુણોત્તર આવો જ રહેશે. HDFC બેન્કના રૂ.2ની ફેસ વેલ્યુ સાથેના 25 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેરના બદલામાં, HDFC બેન્ક પાસે રૂ.1 ફેસ વેલ્યુના 42 સંપૂર્ણ પેઇડ-અપ ઇક્વિટી શેર હશે. મર્જર પછી, HDFC લિમિટેડના શેર HDFC બેંકના શેરધારકોને મર્જરની રેકોર્ડ તારીખે જારી કરવામાં આવશે.