શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 13 સપ્ટેમ્બર 2016 (17:44 IST)

મારૂતિ સુઝુકી ગુજરાતના પ્લાન્ટમાંથી બેલેનો કારનું ઉત્પાદન કરશે

ગુજરાતમાં આખરે મારૂતિ સુઝુકીના પ્લાન્ટ પર ચાલી રહેલા વિવાદ પર આખરે પૂર્ણ વિરામ મુકાઈ ગયું છે. કંપનીએ આ અંગે સ્પસ્ટ કર્યું છે કે તે ગુજરાત પ્લાન્ટમાંથી સૌ પ્રથમ આગામી વર્ષે ફેબ્રુઆરીમાં બેલેનો કાર માર્કેટમાં મુકશે. જેના લીધે બલેનોનું લાંબુ વેટીંગ ઓછું થશે. મારુતિ સુઝુકીના ચેરમેન આરસી ભાર્ગવે કંપનીની ૩૫મી વાર્ષિક સભામાં આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું જે બલેનોની લાંબી વેટીંગને લઈને લોકો નારાજ છે. તેવા સમયે ગુજરાત પ્લાન્ટ માંથી થનારા પ્રોડક્શનથી આ વેટીંગમાં ઘટાડો થશે. ગુજરાત પ્લાન્ટની સંખ્યા ૧૫ લાખ કાર ઉત્પાદનની છે. મારુતિના ભારતમાં હાલ માત્ર બે પ્લાન્ટ છે. જેમાંથી એક ગુડગાંવ અને બીજો માનેસરમાં છે. આ બંનેની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ૧૫.૫ લાખ યુનિટની છે.મારુતિ બલેનોની વાત કરીએ તો આ કાર ગત વર્ષે લોન્ચ કરવામાં આવી છે જેમાં અત્યાર સુધી ૮૦,૦૦૦ યુનિટનું વેચાણ થયું છે. બલેનોની વધતી માંગ વચ્ચે તેનું વેઈટીંગ ૬ થી ૮ મહિના સુધી છે.આ કિસ્સામાં મારુતિની નવી કાર વીટારા બ્રેઝાની પણ માંગ વધી છે. જેની વેઈટીંગ પણ ત્રણ મહિના સુધી થયું છે.