સોનાનો ભાવ 56,000 રૂપિયા ક્યારે પહોંચશે? જાણો શું કહે છે નિષ્ણાતો
Gold Price- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ચાર્ટે સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. જ્યારે અમેરિકાએ ભારત સહિત 16 દેશો પર ટેરિફ લાદી તો અન્ય દેશોએ પણ જવાબી કાર્યવાહીમાં ટેરિફ લાદ્યા. તેના કારણે જ્યાં અમેરિકી શેરબજાર ગગડ્યું હતું, ત્યાં વિશ્વના ઘણા દેશોના શેરબજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો.
સોનાના ભાવમાં સતત વધઘટ ચાલુ છે. પેટ્રોલ, ડીઝલ, ગેસ સિલિન્ડર બધું મોંઘું થઈ ગયું છે. દરમિયાન, સોના બજારના નિષ્ણાતો દાવો કરી રહ્યા છે કે ટ્રમ્પના ટેરિફને કારણે સોનાની કિંમતમાં ઝડપથી ઘટાડો થશે અને તેની કિંમત અડધી થઈ જશે. લગભગ 40 ટકાનો ઘટાડો થશે અને આ ઘટાડો આવતા મહિને જ નોંધવામાં આવશે. આ ઘટાડો થતાં જ સોનાની કિંમત 90,000 રૂપિયાથી સીધી 50 અથવા 55 હજાર રૂપિયા થઈ જશે.
મિલ્સનું કહેવું છે કે આવતા મહિને સોનાની કિંમત $1820 પ્રતિ ઔંસ સુધી પહોંચી જશે. 38 થી 40 ટકાના ઘટાડા બાદ સોનું 50 થી 55 હજાર રૂપિયામાં મળશે. આ ઘટાડો યુએસ ટેરિફ ચાર્ટને કારણે હોઈ શકે છે.