શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 8 ફેબ્રુઆરી 2017 (16:52 IST)

20 ફેબ્રુઆરીથી કાઢી શકશો 50 હજાર રૂપિયા, 13 માર્ચથી કોઈ વિડ્રોઅલ લિમિટ નહી

ભારતીય રિઝર્વ બેંકે બચત ખાતા પર કેશ વિડ્રોલ લિમિટને આવતા 2 ચરણોમાં ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. 
 
પ્રથમ ચરણમાં 20 ફેબ્રુઆરીથી બચત ખાતામાંથી સાપ્તાહિક નિકાસીની સીમા 24 હજાર રૂપિયાને બદલે 50 હજાર રૂપિયા સુધી કાઢી શકો છો. જ્યારે કે 13 માર્ચથી કૈશ વિડ્રોઅલની લિમિટ ખતમ થઈ જશે. 
 
નોટબંધી પછી લગાવી  હતી લિમિટ 
 
8 નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી દ્વારા નોટબંધીના એલાન પછી આરબીઆઈએ એટીએમ અને સેવિંગ બેંક એકાઉંટમાંથી કેશ વિડ્રોઅલની લિમિટને સખત કરવામાં આવી હતી. જેના હેઠળ શરૂઆતમાં એટીએમમાંથી 2000 રૂપિયા દરરોજ વિદ્રોઅલની લિમિટ લગાવી હતી.  આ જ રીતે સેવિંગ બેંક એકાઉંટ પર દર અઠવાડિયે 24 હજાર રૂપિયાની લિમિટ લગાવી હતી. 
 
એટીએમમાંથી કેશ વિદ્રડ્રોલની લિમિટ પહેલા થઈ ચુકી છે ખતમ 
 
આ પહેલા આરબીઆઈ એટીએમમાંથી કેશ વિદ્રોઅલના રિસ્ટ્રિક્શનને પહેલ જ ખતમ કરી ચુકી છે. જ્યા તમે બેંકોને નક્કી લિમિટ મુજબ એટીએમમાંથી પૈસા કાઢી શકો છો.  જો કે એટીએમમાંથી કાઢવામાં આવેલ પૈસા પર અઠવાડિયાની લિમિટ રહેશે. જો કે આજના એલાન પછી 20 ફેબ્રુઆરી અને 13 માર્ચના આધાર પર નક્કી થશે.