"અઠવાડિયામાં 90 કલાક કામ, રવિવારે ઓફીસમાં, પત્નીને ક્યાં સુધી જોતા રહેશો" લાર્સન એન્ડ ટુબ્રો કંપનીના ચેરમેનનું નિવેદન
ઇન્ફોસિસના કો ફાઉન્ડર નારાયણ મૂર્તિએ (Narayana Murthy)કહ્યું હતું કે ભારતના યુવાનોએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવું જોઈએ. હવે આ સંદર્ભમાં, લાર્સન એન્ડ ટુબ્રો (L&T) ના ચેરમેન એસએન સુબ્રમણ્યમે(SN Subrahmanyan) પણ એક નિવેદન આપ્યું છે. જોકે, તેઓ મૂર્તિથી પણ એક ડગલું આગળ વધી ગયા. તેમણે કહ્યું છે કે કર્મચારીઓએ અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ.
.
એક અહેવાલ મુજબ, તેમને તાજેતરમાં પૂછવામાં આવ્યું હતું કે તેમની અબજો ડોલરની કંપની હજુ પણ દર શનિવારે તેમના કર્મચારીઓને કામ પર કેમ બોલાવે છે. તેમણે કંઈક આ રીતે જવાબ આપ્યો,
મને અફસોસ છે કે હું તમારી પાસેથી રવિવારે કામ નથી લઈ રહયો. જો હું રવિવારે પણ તમારી પાસે કામ કરાવી શકતો તો મને વધુ ખુશી થશે. કારણ કે હું રવિવાર પણ કામ કરું છું.
તેમણે કામના કલાકો વધારવાની હિમાયત કરી. તેમનો આ વીડિયો રેડિટ પર વાયરલ થયો છે. લાર્સન એન્ડ ટુબ્રોએ વાયરલ વીડિયો પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે..
તમે તમારી પત્નીને કેટલું જોઈ શકો છો?"
એસએન સુબ્રમણ્યમે કહ્યું કે કર્મચારીઓએ વિકેન્ડ ઘરે ન વિતાવવો જોઈએ.
ઘરે બેસીને તમે શું કરો છો? તમે તમારી પત્નીને ક્યાં સુધી જોઈ શકો છો? તમારી પત્ની તમને ક્યાં સુધી જોઈ શકે છે?
તેમણે કર્મચારીઓને સપ્તાહના અંતે પણ ઓફિસ આવવા અને કામ કરવાનું સૂચન કર્યું.
Narayana Murthy એ શું કહ્યું હતું ?
ઓક્ટોબર 2023 માં, નારાયણ મૂર્તિએ 70 કલાક કામ કરવા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ચીન જેવા દેશોને પાછળ છોડી દેવા માટે ભારતના યુવાનોએ વધારાના કલાકો કામ કરવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે ભારતની વર્ક પ્રોડક્ટીવીટી વિશ્વમાં સૌથી ઓછી છે. તેમના નિવેદન પર ઘણી ચર્ચા થઈ અને વિરોધ પણ થયો. બાદમાં, ઇન્ડિયા ટુડે સાથે વાત કરતા, તેમણે કહ્યું કે 70 કલાકનો આંકડો મહત્વપૂર્ણ નથી, પરંતુ સખત મહેનત મહત્વપૂર્ણ છે.