સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , બુધવાર, 25 જાન્યુઆરી 2017 (11:35 IST)

ખુશ ખબર... હવે પોસ્ટઓફિસમાં જ બનશે પાસપોર્ટ

દેશના ખૂણે ખૂણે પાસપોર્ટ સેવાઓને પહોંચાડવાની કવાયતમાં વિદેશ મંત્રાલયે ડાક વિભાગ સાથે હાથ મેળવી લીધો છે અને દેશના દરેક જીલ્લાના હેડ પોસ્ટ ઓફિસમાં પાસ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવશે. કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) મનોજ સિન્હા અને વિદેશ રાજ્ય મંત્રી જનરલ વી.કે સિંહે આ માહિતી આપી. પાયલટ પ્રોજેક્ટના રૂપમાં આવતીકાલથી કર્ણાટકના મૈસૂર અને ગુજરાતના દાહોદમાં હેડ પોસ્ટ ઓફિસમાં આ સેવા શરૂ થઈ રહી છે.