શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (18:32 IST)

ફુડ ડિલીવરી/જોમૈટો એ ઉબર ઈટ્સનો ભારતીય બિઝનેસ ખરીદ્યો, બદલામાં ઉબરને 2500 કરોડ રૂપિયાના 10% શેયર મળશે

જોમૈટોએ ફુડ ડિલીવરીમાં અમેરિકી કંપની ઉબર ઈટ્સના ભારતીય વેપારને ખરીદી લીધો છે.  આ સ્ટૉક ડીલ હેઠળ ઉબરને જોમૈટોના 9.99% શેયર મળ્યા. જોમૈટોના વૈલ્યુએશનના હિસાબથી આટલા શેરની કિમંત (35 કરોડ ડોલર) લગભગ 2500 કરોડ રૂપિયા હોવાનુ અનુમાન છે. ઉબર ઈટ્સ પોતાના એપ પર રેસ્ટોરેંટ પાર્ટનર, ડિલીવરી પાર્ટનર અને ગ્રાહકોને જોમૈટોના પ્લેટફોર્મ પર શિફ્ટ કરી દેશે.   કંપનીએ મંગલવારે આ માહિતી આપી.  ઉબરે ખોટ  જવાને કારણે ફુડ ડિલીવરી બિઝનેસ વેચવાનો નિર્ણય કર્યો. ઉબર ઈટ્સને ખરીદવાથી જોમૈટો માર્ક્ટના શેયર 50%થી વધુ થઈ જશે.  હાલ સ્વિગી 48% સાથે  પહેલા નંબર પર છે. 
 
ઉબરના પ્લેટફોર્મ પર 26000 રેસ્ટોરેંટ લિસ્ટેડ, હવે જોમૈટો પર શિફ્ટ થશે.  
 
જોમૈટો અને સ્વિગી સાથે કૉમ્પિટીશનને કારણે ઉબર ઈટ્સને નુકશાન થઈ રહ્યુ હતુ. કંપનીએ છેલ્લા 5 મહિનામાં 2,197 કરોડ રૂપિયાના ખોટની માહિતી આપી હતી.  ઉબરે ભારતમાં 2017માં ફુડ ડિલીવરી 
 
બિઝનેસ શરૂ કર્યો હતો. તેના પ્લેટફોર્મ પર 41 શહેરના 26000 રેસ્ટોરેંટ લિસ્ટેડ છે. બીજી બાજુ જોમેટોના રેસ્ટોરેંટ ડિસ્કવરી અને ફુડ ડિલીવરી પ્લેટફોર્મ પર 24 દેશોના 15 લાખ રેસ્ટોરેંટ વિશે માહિતી મળી જાય 
 
છે. કંપની દર્ક મહિને લગભગ 7 કરોડ યુઝર્સને સર્વિસ આપે છે.  ભારતમાં તેના 1.5 લાખ રેસ્ટોરેંટ પાર્ટનર છે. 
 
જોમેટોનુ વેલ્યુએશન 21300 કરોડ રૂપિયાથી વધુ હોવાનુ અનુમાન 
 
જોમૈટોએ થોડા દિવસ પહેલા પોતાના વર્તમાન રોકાણકાર આંટ ફાઈનેશિયલમાંથી 15 કરોડ ડૉલર (1065 કરોડ રૂપિયા)નુ નવુ રોકાણ એકત્ર થયુ હતુ. આંટ ફાઈનેશિયલએ જોમેટો ના વેલ્યુએશન 300 કરોડ ડૉલર માનતા આ રોકાણ કર્યુ હતુ. જોમૈટોના સીઈઓ દીપિંદર ગોયલનુ કહેવુ છે કે દેશના 500થી વધુ શહેરોમાં ફુડ ડિલીવરી બિઝનેસમાં અગ્રણી હોવા બદલ અમને ગર્વ છે. ઉબર ઈટ્સને ખરીદવાથી અમારી સ્થિતિ વધુ મજબૂત થશે.  બીજી બાજુ ઉબરના સીઈઓ દાસ ખોસરોશાહીનુ કહેવુ છે કે ભારત એક મુખ્ય બજાર છે. અહી રાઈડ બિઝનેસમાં ગ્રોથને જોવા રોકાણ ચાલુ રહેશે.  અમે જોમૈટોની મુડી પ્રભાવી રૂપથી આગળ વધારવાની યોગ્યતાથી પ્રભાવિત છીએ. 
 
 
ઉબર ઈટ્સના વૈશ્વિક ખોટમાં ભારતીય બિઝનેસના  25% શેર 
 
ન્યુઝ એજંસીના સૂત્રો મુજબ ગયા વર્ષની પ્રથમ ત્રણ ત્રિમાસિકમાં ઉબર ઈટ્સના ભારતીય બિઝનેસની કંપનીના વૈશ્વિક વેપારમાં 3 ટકાનુ યોગદાન રહ્યુ. પણ ખોટમાં ભારતીય બિઝનેસનો 25 ટકા શેર રહ્યો.  ફુડ બિઝનેસ ઉબર હવે રાઈડ શેયરિંગના બિઝનેસ પર ફોકસ કરીને નફો કરવા તરફ આગળ વધી શકે છે. માર્કેટ રિસર્ચ મુજબ 2023 સુધી ભારતમાં ઓનલાઈન ફુડ ઓર્ડર બજાર 16% ગ્રોથ સાથે 1.20 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચવાનુ અનુમાન છે. 
 
ઉબર ઈટ્સના 100 કર્મચારીઓની નોકરી જઈ શકે છે 
 
મીડિયા રિપોર્ટ્સ મુજબ ઉબર ઈટ્સના કર્મચારીઓને જોમેટો નહી રાખે. આવામાં ઉબર લગભગ 100 કર્મચારીઓને બીજા વેપારમાં શિફ્ટ કર્શે અથવા તો તેમને બહાર કરશે. 
 
જોમેટોની ઓર્ડર સંખ્યા 5 કરોડ પહોંચવાનુ અનુમાન 
 
શરૂઆત          પાર્ટનર                  રેસ્ટોરેંટ                સર્વિસ              દર મહિને ઓર્ડર 
જોમેટો              2008                  1.5 લાખ               564 શહેર           4 કરોડ 
ઉબર ઈટ્સ        2017                  26,000                   41 શહેર          1 કરોડ
સ્વિગી               2014                  1.4  લાખ              550 શહેર          4.5 કરોડ

ઉબર ઈટ્સના અધિગ્રહણથી જોમેટોને દક્ષિણ ભારતમાં ફાયદો થશે. અહી ઉબર ઈટ્સનો 30 ટકા માર્કેટ શેયર