બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: સોમવાર, 20 જાન્યુઆરી 2020 (11:55 IST)

1500ની નોકરી છોડીને પત્નીના સાથ સહકારથી 200 કરોડનું ટર્ન ઓવર કરતી કંપની સ્થાપી

આજે મંદીના સમયમાં સફળતા કેવી રીતે મળવવી અને કેવી રીતે વધારે રૂપિયાની કમાણી કરીને બીજાને પણ કમાણી કરાવવી તેનું એક ઉત્તમ ઉદાહરણ રમેશભાઈ ખીચડિયાને ઉચ્ચ અભ્યાસ માટે માતાપિતા અને વ્યવસાયિક સફળતા માટે પત્ની સંગીતાબેનનો ખૂબ જ સાથ સહકાર મળ્યો છે. એક સમયે ઘર ચલાવવું પણ મુશ્કેલ હતું ત્યારે પત્ની સંગીતાબેને સાથ સહાકર આપતા આજે તેઓ ચાર મોટી કંપનીના માલિક બની ગયા છે.

વર્ષે 250 કરોડનું ટર્નઓવર કરતી કંપનીમાં 5 હજાર લોકોને રોજગારી મળે છે. તેઓ અવઢવમાં હતા ત્યારે પત્ની સંગીતાબેને તેમને હિંમત આપી અને કહ્યું કે, આપણે માત્ર આપણા જ પરિવારનું ગુજરાન નથી ચલાવવાનું પરંતુ બીજા લોકોને રોજીરોટી આપવાની છે. માટે હિંમત હારવાથી કશું નહીં થાય. પત્નીના આ શબ્દો રમેશભાઈ પર સારી એવી અસર કરી ગયા. રમેશભાઈએ રૂ.1500ની નોકરી છોડી દીધી અને ડ્રીપ ઈરિગેશન સિસ્ટમની ડીલરશિપ લીધી.આર્થિક, પારિવારિક, વ્યવસાયિક સમસ્યામાં પત્ની તરફથી હરહંમેશ મળતો સાથ રમેશભાઇ માટે પ્રેરણારૂપ બન્યો. અને મનોમન નક્કી કરી લીધું કે હવે તેઓ નિષ્ફળતાને હરાવીને જ જંપશે. અને થયું પણ એવું વર્ષ 1997માં એક મશીનની મદદથી કેપ્ટન પોલિપ્લાસ્ટ નામની પેઢી ખોલી. આ બાદ રમેશભાઈએ ક્યારેય પાછું વળીને જોયું નથી. ધીમે ધીમે મોટું એકમ શરૂ કર્યું. ત્યારબાદ કેપ્ટન પાઈપ્સ, કેપ્ટન ટેક્નોકાસ્ટ નામની પેઢી ખોલી અને તાજેતરમાં જ આંધ્રપ્રદેશના કર્નુલ ખાતે એક મેન્યુફેક્ચરિંગ યુનિટ શરૂ કર્યું છે. જેમનું ટર્ન ઓવર રૂ.250 કરોડનું છે.