1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: ન્યૂયોર્ક , શુક્રવાર, 24 એપ્રિલ 2009 (11:04 IST)

એપલનો નફો વધ્યો

આઈફોન અને આઈપોડ્સની જબરજસ્ત વેચાણથી એપલની બીજી ત્રિમાસિકનો નફો 15 ટકા વધીને 1.21 અરબ ડોલર થઈ ગયો.

કંપનીના નિવેદન મુજબ 28 માર્ચ 2009ના રોજ સમાપ્ત થતા બીજા ત્રિમાસિકમાં તેનો શુધ્ધ નફો 15 ટકા વધીને 1.21 અરબ ડોલર સુધી પહોંચી ગયો, જે પૂર્વ નાણાકીય વર્ષની સમાન અવધિમાં 1.05 અરબ ડોલર હતો.

સમીક્ષાધીન ત્રિમાસિકમાં આઈફોન વેચાણમાં 123 ટકા જ્યારે કે આઈપોંડસના વેચાણમાં 3 ટકાનો વધારો નોંધાયો. આ દરમિયાન એપલે 1.101 કરોડ આઈપોંડ્સ અને 37.9 લાખ આઈફોનનુ વેચાણ કર્યુ.