વિક્રમ પંડિતની ખરાબ સીઈઓમાં ગણતરી
બેંકિંગ ક્ષેત્રના ટાઈટેનિકને બચાવવા માટે ખૂબ જ ઓછા વિકલ્પોની સાથે બચેલ કપ્તાનની ભૂમિકા નિભાવી રહ્યા સિટી ગ્રુપના ભારતમાં જન્મેલા પ્રમુહ વિક્રમ પંડિતે અમેરિકી ઈતિહાસમાં 20 સૌથી ખરાબ મુખ્ય કાર્યધિકારી (સીઈઓ)ની યાદીમાં સ્થાન મેળવ્યુ છે. પરંતુ આમા ટોચ સ્થાન લીમૈન બ્રધર્સે ડિંક ફુલ્ડને મળ્યુ છે. પ્રબંધન સંસ્થાનોના શિક્ષકોની સાથે પરામર્શથી વેપારી પત્રિકા કોડે નાસ્ટ પોર્ટૅફોલિયોએ અમેરિકાના 20 સૌથી ખરાબ સીઈઓની યાદી તૈયાર કરી છે, જેમા કંપનીને ડુબાડનારા મુખ્ય કાર્યકારીઓનુ નામ છે. પત્રિકાએ કહ્યુ કે આ 20 કંપનીઓમા છ એવા લોકોનો સમાવેશ છે જેમણે આજની અર્થવ્યવસ્થામા અડચણ ઉભી કરી. આ યાદીમાં ટોચના સ્થાન પર ડિંક ફુલ્ડનુ છે, જેમણે કપ્તાનીમાં લીમેન બ્રધર્સનુ દેવુ ફૂક્યુ. લીમૈન બ્રધર્સનુ પતન વર્તમાન વૈશ્વિક આર્થિક સંકટનો પુરાવો બની ગયુ છે.