1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By ભાષા|
Last Modified: ગુરુવાર, 23 એપ્રિલ 2009 (17:23 IST)

વૈશ્વિક ઉત્પાદનમાં ઘટાડો થશે:IMF

હજી તો મંદીની માર હજી વિસરાઈ નથી ને તેવામાં આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે વધુ એક ગંભીર સમાચાર આપ્યા છે ચાલુ વર્ષ દરમિયાન વૈશ્વિક ઉત્પાદનમાં ૧.૩ ટકા જેટલો ઘટાડો થવાની સંભાવના વર્તાઈ રહી છે.

ઉપરાંત આઇએમએફે જણાવ્યું હતું કે આ મંદીની અસર ૨૦૧૦માં જઈને હળવી થઈ શકે છે. સાથે સાથે ઉત્પાદનનો દર પણ વધીને ૧.૯ ટકા જેટલો થવાની વાત કરી હતી.

આઇએમએફનું સ્પષ્ટપણે માનવુ છે કે વિકસીત દેશો દ્વારા અપનાવવામાં આવી રહેલ રક્ષણાત્મક વલણને કારણે વૈશ્વિક અર્થતંત્ર પર નકારાત્મક અસર થઈ રહી છે.