બુધવાર, 24 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. »
  3. વ્યાપાર
  4. »
  5. વ્યાપાર સમાચાર
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી : , ગુરુવાર, 20 માર્ચ 2014 (14:45 IST)

સ્પાઈસજેટ વિમાનમાં એર હોસ્ટેસનો ડાંસ(જુઓ વીડિયો)

P.R
ઉડાન દરમ્યાન આઠ વિમાનોમાં હોળી મનાવવું સ્પાઈસજેટને મોંઘુ પડ્યું છે, નાગર વિમાનન નિયામક ડીજિસીએએ એરલાઈનને શો કોઝ નોટિસ જાહરે કરી છે. અને બે પાઈલોટને સસ્પેન્ડ કર્યા છે. સૂત્રોએ કહ્યું કે સોમવારે સ્પાઈસજેટના કેબિન ક્રૂએ ઉડાન દરમ્યાન એક ગીત પર ડાન્સ કર્યો અને કેટલાક યાત્રીઓ પણ આ હોળી ઉત્સવમાં સામેલ થઈ ગયા. તેનો વીડિયો લઈને યૂટ્યૂબ અને અન્ય સોશિયલ મીડિયા વેબસાઈટ પર અપલોડ કરવામાં આવ્યો.

એક વીડિયોમાં પાયલટે કૉકપિટથી બાહર આવીને ફોટો ખેંચ્યો. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે આ પગલાં બધા જ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન છે અને બે પાયલોટને સસ્પેન્ડ કરી દીધા છે. સ્પાઈસજેટે 17 માર્ચે 8 વિશેષ ઉડાનો સંચાલન કર્યું હતું.

વિમાનની કંપનીએ કહ્યું કે આ મુદ્દા પર તપાસ કરવામાં આવી રહી છે. અને ડીજીસીએ સાથ આપી રહી છે. કંપનીએ એવું કહેતા પોતાનો બચાવ કર્યો કે કૉકપિટમાં દરેક સમયે પાયલટ રહે છે.

કંપનીએ એક પ્રવક્તાને કહ્યું, ડાન્સને પ્રોફેશનલ રીતે જ કરવામાં આવ્યો હતો. અને આ યાત્રીઓને ખુશ કરવાનો એક પ્રયત્ન હતો. એવામાં અમેરિકા, યૂરોપ અને એશિયાની અન્ય જગ્યાની વિમાન કંપનીઓ વિશેષ તહેવાર પર કરતી રહે છે. અને તેના વીડિયો પણ યૂટ્યૂબ પર છે. પ્રવક્તાએ કહ્યું કે ડાન્સનો પૂરો કાર્યક્રમ માત્ર અઢી મિનિટનો જ હતો અને આને વિશેષ રૂપથી કેબિન ક્રૂએ કર્યો. એવામાં વિશેષ રૂપથી હાથના મૂવમેન્ટનો જ ઉપયોગ કરવામાં આવ્યો.