શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By વેબ દુનિયા|

10 સામાન્ય સેક્સ સમસ્યાઓ

P.R
ભારતમાં સેક્સ સમસ્યાઓ વધવાનું મુખ્ય કારણ છે લોકોનુ જાગૃત ન હોવુ. લોકો ડોક્ટર અને કાઉંસલર સાથે સેક્સ સંબંધી સમસ્યાઓને લઈને વાત કરવામાં સંકોચ અનુભવે છે. મહિલાઓ અને પ્રુરૂષોમાં કેટલીક સામાન્ય સેક્સ સમસ્યાઓ હોય છે. જેનાથી સામાન્ય રીતે લોકો પીડિત હોય છે. આવો જાણીએ તેના વિશે.

- પુરૂષના લિંગમાં ઉત્તેજના ન આવવી, ઉત્તેજના આવીને જલ્દી ખતમ થઈ જવી. ઉત્તેજના આવતા જ વીર્ય નીકળી જવુ વગેરે પુરૂષોની સામાન્ય સેક્સ સમ્સ્યાઓ છે.

- પુરૂષોનુ સ્ત્રી સામે આવતાજ ગભરાઈ જવુ, વીર્ય નીકળી જવુ વગેરે પણ સેક્સ સમસ્યાઓ હેઠળ આવે છે. જેનાથી પુરૂષ સ્ત્રીથી દૂર દૂર ભાગવા માંડે છે અને પોતાની બીમારી છિપાવવાનો પ્રયત્ન કરે છે.

- પુરૂષોના વીર્યમાં શુક્રાણુ હોય છે. આ શુક્રાણુ સ્ત્રીના ડિમ્બાણુથી નિષેચિત થઈને ગર્ભધારણ કરવા માટે જવાબદાર હોય છે. વીર્યમાં આ શુક્રાણુઓની સંખ્યા ઓછી હોવાથી શુક્રાણુ અલ્પતાની સ્થિતિ કહેવામાં આવે છ. શુક્રાણુ અલ્પતાને ઓલિયોસ્પમિયા કહે છે. જે પુરૂષોમાં થનારી એક ગંભીર સેક્સ સમસ્યા છે.

- ઘણા પુરૂષોના વીર્યમાં શુક્રાણુઓ જ નથી હોતા, આ સ્થિતિને એજૂસ્પર્મિયા કહેવામાં આવે છે. આ સમસ્યાને કારણે પુરૂષ સંતાન પેદા કરવા માટે યોગ્ય નથી હોતો. આ પણ પુરૂષો માટે એક ગંભીર સેક્સ સમસ્યા છે.

- પુરૂષોમાં વય વધવાની સાથે ટેસ્ટોસ્ટેરોન નામનુ હાર્મોનનું સ્તર ઓછુ થઈ જાય છે. અને તેના કારણે સેક્સ ઈચ્છામાં કમી પણ આવે છે.

- મહિલાઓને સૌથી વધુ ફરિયાદ યૌનેચ્છાની કમીની હોય છે. ઘણી મહિલાઓની સેક્સ કરવામાં બિલકુલ રૂચિ નથી હોતી. મતલબ તેમની સેક્સ ભાવના એકદમ ખતમ થઈ ચુકી હોય છે. જે એક ગંભીર સેક્સ સમસ્યા છે. ઘણીવાર આ સ્થિતિ મેનોપોઝ પછી આવે છે તો ઘણી મહિલાઓમાં મેનોપોઝથી પહેલા જ સેક્સ પત્યે અનિચ્છા થઈ જાય છે.

- યોનિમાં સફેદ, ચીકણો ઘટ્ટ સ્ત્રાવ થવો એ આજના યુવાવસ્થાની મહિલાઓ માટે એક સામાન્ય સમસ્યા થઈ ગઈ છે. સામાન્ય ભાષામાં તેને સફેદ પાણી મતલબ લ્યુકોરિયા કહેવામાં આવે છે.

- ઘણા કારણોથી મહિલાઓની યોનિમાં ખંજવાળ થવા લાગે છે. જેને ઘણા કારણ જેવા ઈંફ્કેશન થવુ, સારી રીતે સફાઈ ન થવી, કબજિયાત રહેવી અને સંભોગ કરનાર વ્યક્તિના યોનાંગોમાં રક્ત વિકાર વગેરે તેના મુખ્ય કારણ છે.

- ઘણીવાર પ્યૂવિક હૈયર્સની સારી રીતે સફાઈ ન કરવાની કારણે તેમ રહેલા કિટાણુ યોની માર્ગમા પ્રવેશીને ઘણી યોનિ ગર્ભાશય સંબંધી સમસ્યાઓને ઉત્તપન્ન કરી શકે છે. તેથી યૌનાંગોની સારી રીતે સફાઈ થવી ખૂબ જ જરૂરી છે.

- ઘણીવાર સ્તનમાં દુ:ખાવો થતા યુવતીઓ તેને સામાન્ય બીમારી સમજીની બેદરકારી કરે છે, પણ આ દુ:ખાવો વધીને સ્તન કેંસરનું રૂપ પણ લઈ શકે છે. તેથી કોઈપણ પ્રકારના સંકટને ટાળવા માટે જરૂરી છે કે ડોક્ટરની યોગ્ય સમયે સલાહ લેવામાં આવે.