શનિવાર, 23 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 27 માર્ચ 2017 (14:51 IST)

હેલ્થ ટિપ્સ - રોજ પીવો 1 ગ્લાસ છાશ પછી જુઓ કમાલ

ગરમીમા કંઈક ઠંડુ પીવાનું મન કરે છે. આવામાં જ્યુસ અને છાશ સૌથી બેસ્ટ ડ્રિંક છે. છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા, એંટી બેક્ટેરિયલ, કેલ્શિયમ, એંટી કાર્સિનોજેનિક તત્વ હોય છે. જે શરીરને સ્વસ્થ બનાવીને અનેક પ્રકારની બીમારીઓ સામે લડવની શક્તિ આપે છે.  છાશ શરીરને ઠંડક પહોંચાડવાનું કામ કરે છે અને હેલ્ધી શરીર માટે લાભકારી છે.  આજે અમે તમને છાશના કેટલા ગુણ બતાવીશુ, જેના વિશે મોટાભાગના લોકો જાણતા નથી. 
 
1. કોલેસ્ટ્રોલ - રોજ એક ગ્લાસ છાશ પીવાની છાશ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલ ઓછુ થાય છે અને હાર્ટ એટેકનો ખતરાની આશંકા ઘટી જાય છે. 
 
2. સ્કિન ગ્લો - છાશમાં એંટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જેનાથી સ્કિન ગ્લો વધે છે. સાથે જ સ્કિન સાથે જોડાયેલ અનેક પ્રકારની પ્રોબ્લેમ તરત ખતમ થઈ જાય છે. 
 
3. ડાયજેશન - છાશમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે. જેને રોજ પીવાથી ડાયજેશન ઠીક રહે છે. તેથી સારુ રહેશે કે ગરમીમાં રોજ એક ગ્લાસ છાશ પીવો. 
 
4. હાડકા મજબૂત - તેમા બાકી તત્વો સાથે સાથે કેલ્શિયમની માત્રા વધુ હોય છે. જે હાડકાને મજબૂત બનાવવાનુ કામ કરે છે. 
 
5. કેંસરમાં સહાયક - તેમા એંટી કાર્સિનોજેનિક હોય છે. જે કેંસર જેવી ગંભીર બીમારીઓ સામે શરીરને બચાવી રાખે છે. તેથી તમારા રૂટિન લાઈફમાં છાશનું સેવન જરૂર કરો.