ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

જાણો દાડમમાં છાલટાના આ 8 ફાયદા

* દાડમની છાલને પીસીને ચોખાના પાણીમાં ભેળવીને સેવન કરવાથી સ્ત્રીઓનો પ્રદર રોગ નષ્ટ થાય છે.

* દાડમના રસમાં ખાંડ ભેળવીન પીવાથી પિત્ત વિકાર નષ્ટ થાય છે.

* દાડમની તાજી છાલને ચુસવાથી ઉધરસમાં રાહત થાય છે.

* દાડમના રસને સરખી રીતે ગાળીને આંખમાં આંજવાથી આંખની બળતરા નષ્ટ થાય છે.

* દાડમની છાલને પાણીમાં ઉકાળીને કાઢો બનાવીને પીવાથી પેટની અંદરના કીડા નાશ પામે છે.
તેની છાલને સુકવીને ચુર્ણ બનાવીને પીવાથી પણ કૃમિ નષ્ટ થાય છે.

* દાડમના તાજા કોમળ 10 ગ્રામ પાનને 100 ગ્રામ પાણીની સાથે પીસીને સવાર-સાંજ સેવન કરવાથી હૃદયની તીવ્ર ધડકન ઓછી થાય છે.

* દાડમના 50 ગ્રામ રસમાં મીઠું અને સીંધાલુણ ભેળવીને સેવન કરવાથી અરૂચિ નષ્ટ થઈ પાચનક્રિયા ઝડપી બને છે અને ભુખ પણ વધારે લાગે છે.

* પેટમાં વધારે બળતરા થતી હોય તો દાડમનો રસ પીવાથી શાંત થઈ જાય છે.