સંબંધિત સમાચાર
- જવાનીમાં કમજોર થઈ રહ્યા છે પગ, સોજો, દુઃખાવો અને ચાલવા ફરવામાં થઈ રહી છે પરેશાની ? આ હોઈ શકે છે કારણ
- 30 વર્ષ પછી તમારી કિડની અને લીવરને સ્વસ્થ રાખવા માટે, તમારા આહારમાં આ ખોરાકનો કરો સમાવેશ
- હાડકાના રોગથી બચવા માટે, તમારા આહારમાં સામેલ કરો આ આ 5 કેલ્શિયમયુક્ત ખોરાક
- વાંકી કમરને સીધી કરવા માટે રોજ કરો આ એક્સરસાઈઝ, થોડાક જ દિવસમાં દેખાશે અસર
- 60 ની વય પહેલા હાર્ટ અટેકથી બચવા માંગો છો ? તો માની લો ડોક્ટરે બતાવેલી આ 10 વાતો
આરોગ્યની દ્રષ્ટિએ ભેંસનુ દૂધ કે ગાયનુ દૂધ, કયુ દૂધ છે વધુ લાભકારી ?
Cow vs Buffalo Milk
Cow Milk Vs Buffalo Milk Protein: ભારતીય ખાન-પાનમાં દૂધનું વિશેષ મહત્વ છે. સવારની ચાથી લઈને દહીં, પનીર અને મીઠાઈઓ સુધી, દૂધ અનેક સ્વરૂપોમાં આપણા આહારનો એક ભાગ છે. તેને કેલ્શિયમ, પ્રોટીન અને ઘણા જરૂરી પોષક તત્વોનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. તેથી, લોકો ઘણીવાર વિચારે છે કે ગાયનું દૂધ સારું છે કે ભેંસનું દૂધ, ખાસ કરીને ત્યારે જ્યારેશરીરને મજબૂત બનાવવાનુ હોય અને પ્રોટીનનું પ્રમાણ વધારવાનુ હોય.
ALSO READ: જુલાઈ મહિનામાં આવતા મુખ્ય વ્રત અને તહેવારો
ભેંસના દૂધમાં પ્રોટીનની માત્રા વધારે: ICMRનો રિપોર્ટ
ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) મુજબ, ભેંસના દૂધમાં ગાયના દૂધ કરતાં વધુ પ્રોટીન જોવા મળે છે. સામાન્ય રીતે, 100 મિલી ભેંસના દૂધમાં આશરે 4 થી 4.5 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે, જ્યારે એટલી જ માત્રાના ગાયના દૂધમાં આશરે 3 થી 3.5 ગ્રામ પ્રોટીન હોય છે. આ ઉચ્ચ પ્રોટીનને કારણે ભેંસનું દૂધ સ્નાયુઓના વિકાસ (Muscle Growth) અને શરીરની ઉર્જાની જરૂરિયાતોને પૂરી કરવા માટે એક ઉત્તમ અને શક્તિશાળી વિકલ્પ બને છે.
શારીરિક શ્રમ કરનારાઓ માટે ભેંસનું દૂધ લાંબા સમય સુધી ઉર્જા આપશે
ભેંસના દૂધમાં પ્રોટીનની સાથે ચરબી (Fat) અને કેલ્શિયમ પણ વધુ માત્રામાં હોય છે, જે તેને ઘટ્ટ અને વધુ પૌષ્ટિક બનાવે છે. જે લોકો નિયમિતપણે જીમમાં જાય છે, રમતગમતમાં સક્રિય છે અથવા ભારે શારીરિક શ્રમ કરે છે, તેમના માટે આ દૂધ ખૂબ જ ફાયદાકારક છે. તે શરીરમાં ધીમે-ધીમે પચીને લાંબા સમય સુધી ટકી રહે તેવી ઉર્જા પૂરી પાડવામાં મદદ કરે છે, જેથી લાંબા સમય સુધી થાક લાગતો નથી.
બાળકો અને વૃદ્ધો માટે પાચનમાં સુપાચ્ય ગાયનું દૂધ શ્રેષ્ઠ
બીજી તરફ, ગાયના દૂધને શરીર માટે ખૂબ જ હળવું અને પચવામાં સરળ માનવામાં આવે છે. આ ગુણને કારણે તે નાના બાળકો, વૃદ્ધો અને નબળી પાચનશક્તિ ધરાવતા લોકો માટે સૌથી વધુ યોગ્ય અને સુરક્ષિત વિકલ્પ છે. આ ઉપરાંત, ગાયના દૂધમાં ચરબીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે, જે તેને વજન નિયંત્રિત કરવા અથવા ડાયેટિંગ કરવા માંગતા લોકો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.
તમારી શારીરિક જરૂરિયાત અને ઉંમર મુજબ કરો યોગ્ય દૂધની પસંદગી
આરોગ્ય નિષ્ણાતો માને છે કે દૂધની પસંદગી માત્ર તેમાં રહેલા પ્રોટીનના આધારે જ ન કરવી જોઈએ, પરંતુ વ્યક્તિની ઉંમર, સ્વાસ્થ્યની સ્થિતિ, પાચન ક્ષમતા અને રોજની દિનચર્યા પણ ધ્યાનમાં લેવી જોઈએ. જો તમારો ધ્યેય વધુ પ્રોટીન, કેલરી અને સ્નાયુઓ મજબૂત કરવાનો હોય તો ભેંસનું દૂધ વધુ સારું છે, પરંતુ જો તમે સરળતાથી પચી જાય તેવો હળવો વિકલ્પ ઈચ્છો છો, તો ગાયનું દૂધ પસંદ કરવું જોઈએ.
સ્વસ્થ શરીર માટે દરરોજ કેટલું દૂધ પીવું યોગ્ય છે?
સામાન્ય રીતે એક સ્વસ્થ પુખ્ત વયના વ્યક્તિ માટે દરરોજ 1 થી 2 ગ્લાસ દૂધ પીવું પૂરતું અને યોગ્ય માનવામાં આવે છે. જો કે, આ માત્રા વ્યક્તિની ઉંમર, તેની રોજની દિનચર્યા અને દિવસનો આહાર (Diet) ના આધારે બદલાઈ શકે છે. શરીરને બધા જ જરૂરી પોષક તત્વો મળી રહે તે માટે દૂધના સેવનની સાથે સંતુલિત આહાર લેવો અને નિયમિત કસરત કરવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે.