ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By ડો. અનુજ ખંડેલવાલ (MBBS, MD Psychiatry, REBT (New York)|
Last Updated : શુક્રવાર, 23 ઑગસ્ટ 2019 (11:02 IST)

ડીપ્રેશન (હતાશા) અંગેની ખોટી માન્યતાઓ દૂર કરો

આજકાલ એક શબ્દ તરીકે ડીપ્રેશનનો વારંવાર ઉપયોગ કરાય છે, પરંતુ ખૂબ ઓછા લોકો આ બિમારીની જટિલતા સમજે છે. સુરતના  પ્રસિધ્ધ માનસશાસ્ત્રી ડો. અનિલ ખંડેલવાલ જણાવે છે કે " ડીપ્રેશન (હતાશા) એ મૂડનો વિકાર છે જે થોડા દિવસથી માંડીને મહિના તથા વર્ષો સુધી ચાલી શકે છે.  ડીપ્રેશનની અસર પામેલ વ્યક્તિ સતત ઉદાસી અને નિરાશાનો ભોગ બનેલો હોય છે. દિવસ દરમ્યાન કોઈ પ્રસંગ બને અને તેનાથી બેચેની પેદા થાય તેના કરતાં આ અલગ સ્થિતિ છે. આવી હાલતમાં લાગણીઓ એટલી સબળ હોય છે કે તેનાથી દર્દીની રોજબરોજનુ કામકાજ, સામાજીક જીવન અને મનોરંજન વગેરે  પ્રવૃત્તિઓ  ખોરવાઈ જાય છે.  "
 
ડીપ્રેશન અંગે કેટલીક અચરજ ઉપજાવે તેવી બાબતો નીચે મુજબ છે:
 
· વર્ષ 2017માં દુનિયામાં આશરે 264 મિલિયન લોકો ડીપ્રેશનનો ભોગ બન્યા હતા.
· પુરૂષોની તુલનામાં મહિલાઓ લગભગ બમણી સંખ્યામાં ડીપરેશનનો ભોગ બને છે.
· આઘાત, ચિંતા, જીવનમાં પેરફારો અથવા પરિવારમાં ડીપ્રેશનનો ઈતિહાસ ધરાવનારા લોકોમાં ડીપ્રેશન વિકસવાની તકો વધારે રહે છે.
· આનંદી જણાતાં બાળકો  પણ ડીપ્રેશનનો ભોગ બની શકે છે.  ભણવામાં બહુ સારા ના હોય  તથા શાળામાં જવાનો ઈન્કાર કરાય  ડીપ્રેશનના ગંભીર લક્ષણ તરીકે ગણી શકાય.
· ડીપ્રેશનની સારવાર કરાય નહી તો તે આપઘાત તરફ ખેંચી જાય છે. સબસ્ટન્સ એબ્યુઝ એન્ડ મેન્ટલ હેલ્થ સેર્વીચેસ  એસોસિએશન (SAMHSA) ના જણાવ્યા મુજબ આપઘાત કરનારા 90 ટકા લોકો એક અથવા બીજા પ્રકારની માનસિક બીમારીનો ભોગ બનેલા હોય છે.
· તાજેતરમાં વિવિધ વ્યવસાય ધરાવનાર અબજોપતી  શ્રી વીજી સિધ્ધાર્થે આપઘાત કર્યો હતો. આ અત્યંત સફળ વ્યક્તિના શાંત આચરણ પાછળ તોફાન ચાલી રહ્યું હતું. તેનાથી તેને નિષ્ફળતા જેવો ભાસ થયો. તેમનુ મોત સમાજમાં પ્રવર્તતી ગંભીર હેલ્થ ક્રાઈસીસ તરફ ઈશારો કરે છે.
 
ડો. ખંડેલવાલ જણાવે છે કે "આ ઘટનાથી  એવો સંદેશ પ્રાપ્ત થાય છે કે આપણા જીવનમાં કશું પણ અઘટીત બને તો કોઈની સાથે વાત કરવી જોઈએ. જો જીવન સારી રીતે વ્યતિત થઈ રહ્યું હોય તો આપણી જેમ નસીબદાર ન હોય તેવી વ્યક્તિ તરફ સંવેદનાથી કાન ખુલ્લા રાખવા  જોઈએ, કારણ કે  બની શકે કે  તે કશુંક કહેવા માગતા હોય.  પ્રોફેશનલ વ્યક્તિની સહાય લેવાથી દૂર ભાગવુ જોઈએ નહી કારણ કે ડીપ્રેશનની સારવાર થઈ શકે છે."
 
ડીપ્રેશન કઈ રીતે હલ કરવુ :
 
· ડોકટરને મળવામાં ભય કે સંકોચ રાખવો જોઈએ નહી. તે તમને વ્યવસાયિક સહાય તરશે જેનાથી ડીપ્રેશન સામે લડવામાં સહાય થશે
· એન્ટીડીપ્રેશન્ટસ  મગજના  નૅરોત્રન્સ્મિત્તેર્સ ને  અસર કરીને તેને સમતોલ કરે છે. તે  ટેવ પડી શકે તેવી ઉંધ આવવાની ગોળી નથી.
· રેશનલ  ઈમોટીવ બિહેવીયર થેરાપી (REBT) જેવી થેરાપી વ્યક્તિને અતાર્કિક અને નકારાત્મક વિચારો દૂર કરીને  તાર્કિક અને હકારાત્મક વિચારો માટે પ્રેરે છે.
· સક્રીયપણે   આપઘાત કરવાનુ જોખમ ધરાવતા હોય તેવા અને રીઝીસ્ટન્ટ ડીપ્રેશન ધરાવતા દર્દી માટે   ઈલેક્ટ્રો કન્વલ્સીવ થેરાપી (ECT)ની ભલામણ કરવામાં આવે છે.  
 
ડો. ખંડેલવાલ અંતમાં જણાવે છે કે  "ડીપ્રેશન અંગે ઘણી ચર્ચા થઈ રહી છે ત્યારે આપણે આ રોગનુ પ્રમાણ ઘટાડી શકીએ છે. આ રોગની સારવારમાં ડીપ્રેશન અંગેની ખોટી માન્યતાઓ મોટો ભાગ ભજવતી હોય છે. લોકો એટલા માટે પીડા અનુભવે છે કારણ કે તેમને લાગે છે કે તેમનુ સાંભળનાર કોઈ નથી. ખુલ્લા મને વાત કરવાથી યોગ્ય સહાય મેળવી શકાય છે. દરેક વ્યક્તિની સામાન્ય  અને ડીપ્રેશન ફ્રી (હતાશા મુક્ત )જીવન જીવવાની તક  છે. "