શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

આ 7 ઉપાયો સારા છે તમારા ડેસ્કના જોબ માટે

ડેસ્ક જોબ કરતાં લોકોને જલ્દી અને ઘણા બિમારીઓ એક સાથે થાય છે. જો તમે કલાકો સુધી તમારી ખુરશી પર બેઠેલા રહો છો તો તમને દિલની બિમારી, જાડાપણું, પીઠમાં દુખાવા અથવા તો અન્ય કોઇ બિમારી થઇ શકે છે.
જો તમે તમારી ઓફિસમાં 8 9 કલાક કાઢો છો તો તમારી પાસે વ્યાયામ કરવાનો સમય હશે નહીં. એવામાં તમે ઓફિસમાં જ થોડીક થોડીક વારે ઊભા થઇને ફરી આવો ક્યાં તો સીટ પર બેસીને સ્ટ્રેચિંગ કરો તો તમને ઘણો ફાયદો થશે.

શું તમે જાણો છો કે દુનિયાની ઘણી મોટી ઓફિસમાં જેમ કે ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ અને ટ્વીટર તેમના ત્યાં સ્ટેન્ડિગ ડેસ્કની વ્યવસ્થા કરી છે. જો તમે પણ સૂતી વખતે ખભા કે ગરદનની આસપાસ કમરનો દુખાવો કે અન્ય સમસ્યા મહેસૂસ કરો છો તો તમે આ જરૂરથી વાંચો.

1. તમારી ગાડીને ઓફિસથી દૂર પાર્ક કરોઆવું કરવાથી તમને ચાલવાનો થોડો ચાન્સ મળી જશે કારણ કે ઓફિસમાં તો તમારે આખો દિવસ બેસવાનું જ હોય છે.

2. લિફ્ટની જગ્યાએ સીડીનો ઉપયોગ કરોસીડીઓ ચડવાથી તમારી કેલેરી તો બર્ન થશે પરંતુ સાથે સાથે તમારી આખી બોડીનું વર્કઆઉટ પણ થઇ જશે. 

3. ઓનલાઇન ચેટિંગ કરવાની જગ્યાએ હોલમાં ચાલો - બેસીને ઓનલાઇન ચેટિંગ કરવાની જગ્યાએ એટલો  સમય હોલમાં ચાલો અથવા તો કોઇના ડેસ્ક પર જઇને વાત કરો.

4. ઓફિસના જીમનો ઉપયોગ - જો તમારી ઓફિસમાં જીમ છે તો રોજે ત્યાં જઇને એક્સરસાઇઝ કરો, તેનાથી શરીર ફીટ રહેશે. 

5. ક્યારેક ઊભાં પણ થઇ જાવ - જો તમને ઓફિસમાં ચાલવા માટેની જગ્યા મળે નહીં તો તમારા ડેસ્ક પર ઊભા થઇ જાવો અને પછી કામ કરો.

6. ડેસ્ક પર થોડું સ્ટ્રેચ કરો - જો તમારી માસપેશિયો અકડાઇ જાય તો સીટ પર બેઠા બેઠા થોડું સ્ટ્રેચિંગ કરી લો

7. ખૂબ પાણી પીવો - પાણી પીવાથી શરીર હંમેશા હાઇડ્રેડ રહેશે અને વારે વારે પેશાબ લાગવાના કારણે તમારે બ્રેક લેવો પડશે જે તમારા માટે સારું છે.