શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (13:27 IST)

#bluewhale #game ગુજરાતમાં બ્લૂ વ્હેલ ગેમ સર્ચ કરવામાં ગૂગલ ટ્રેન્ડમાં સૂરત પ્રથમ ક્રમે

બ્લુ વ્હેલ ગેમ હવે ગુજરાતમાં પણ પગપેસારો કરી ચૂકી છે. ઉત્તર ગુજરાતના એક યુવાને અમદાવાદની સાબરમતિ નદીમાં ઝંપલાવીને આખરે મોતને વ્હાલું કરીને અંતિમ સ્ટેજ પૂરૂ કર્યું હતું, બ્લૂ વ્હેલ ગેમ વિશ્વભરમાં 100થી વધારે લોકોને ભરખી ગઇ છે. બ્લૂ વ્હેલ ગેમ સર્ચ કરવામાં સુરત રાજ્યમાં અવ્વલ ક્રમે છે. જિલ્લા કલેક્ટર મહેન્દ્ર પટેલે જાહેરનામું પ્રસિદ્ધ કરી પ્રતિબંધ ફરમાવ્યો છે. બ્લૂ વ્હેલ ગેમ-બ્લૂ વ્હેલ ચેલેન્જ જેવાં નામોથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા ઇન્ટરનેટના વિવિધ કમ્યુનિકેશન પ્લેટફોર્મના ઉપયોગ કરી યુવાનોને આત્મહત્યા માટે દુષ્પ્રેરિત કરવામાં આવી રહ્યા છે. આ ગેમની લિંક મોકલવામાં આવશે તો મોકલનાર પર આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થઈ શકે છે.સુરત, બરોડા, રાજકોટમાં રોજ ૧૦થી ૧૦૦ લોકો સર્ચ કરે છે

જ્યારે અમદાવાદમાં સર્ચ કરતાં લોકોની સખ્યાં ૧૦થી ૫૦ વચ્ચે છે.  ગુજરાતમાં ગુગલ પર થયેલા ૩ ઓગસ્ટથી ૩૧ ઓગસ્ટ સુધીના સર્ચના ટ્રેન્ડમાં સુરત પ્રથમ, બરોડા બીજા અને અમદાવાદ ત્રીજા ક્રમે છે.જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે જાહેર સલામતી અને સુરક્ષાને લક્ષમાં રાખી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુસર એવી કોઈ પણ બ્લૂ વ્હેલ ગેમ કે બ્લૂ વ્હેલ ચેલેન્જ નામની ગેમ મારફતે ક્યુરેટરના રોલ પ્લે કરવા આત્મહત્યા માટે ઇન્ટરનેટના માધ્યમથી દુષ્પ્રેરિત કરવા અથવા એ‌વી ગેમમાં ભાગ લેવા કે તેમાં મદદરૂપ થવા પર પ્રતિબંધ કરવામાં આવે છે. આ પ્રકારની ગેમ કોઈ રમતું કે ડાઉનલોડ કરતું કે આવી ગેમમાં ભાગ લેતું જણાય તો તે ગુનાને પાત્ર રહેશે. જેથી તેની પર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને  આભાર