શનિવાર, 25 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 2 સપ્ટેમ્બર 2017 (13:12 IST)

ગુજરાતમાં જીવલેણ બ્લુવ્હેલ ગેમથી મોત થયાનો પ્રથમ કિસ્સો બન્યો

સમગ્ર દુનિયામાં બ્લુ વ્હેલ ગેમ ખાસી ચર્ચાસ્પદ બની છે. ભારતમાં આ ગેમથી મોત થયાંના કેટલાક બનાવો પ્રકાશમાં આવ્યાં છે. ત્યારે ગુજરાતમાં પણ તેનો પ્રથમ બનાવ બનતાં ચકચાર મચી જવા પામી છે. સાબરમતી નદીમાં ઝંપલાવીને પાલનપુર તાલુકાના માલણ ગામના એક યુવાને આપઘાત કરી લીધો હતો. શુક્રવારે નદીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં આપઘાત કરનાર યુવાનનો અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો. આ પહેલા તેણે 31મી સપ્ટેમ્બરે ફેસબુક લાઈવ કર્યું હતું. જેમાં તેણે સુસાઈડ ગેમ તરીકે જાણીતી બ્લૂ વ્હેલ ગેમ રમ્યો હતો. તેનો છેલ્લો સ્ટેજ પાર કરવાનો હોવાથી તે આપઘાત કરી રહ્યો હોવાનું જણાવ્યું હતું. તેણે કરેલી પોસ્ટ બાદ તેને આપઘાત ન કરવા માટે તેના મિત્રોએ સલાહ પણ આપી હતી. આ સુસાઈડ મુંબઈના 9મા ધોરણમાં ભણતા 14 વર્ષીય મનપ્રીત નામના સ્ટુડન્ટે કરેલા આપઘાતના એક મહિના બાદ કર્યો હતો