શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શનિવાર, 26 ઑગસ્ટ 2017 (14:34 IST)

આ એક Letterથી રામ રહીમ ફંસાયા રેપ કેસમાં.. વાંચો શુ લખ્યુ હતુ તેમા..

યૌન શોષણ મામલે આરોપી ડેરા સચ્ચા સૌદા પ્રમુખ રામ રહીમ પર શુક્રવારે પંચકૂલા સીબીઆઈ કોર્ટે દોષી કરાર આપી દીધા છે. હવે આ મામલે 28 ઓગસ્ટના રોજ સજા સંભળાવવામાં આવશે. હાલ રામ રહીમને ધરપકડ કરી લેવામાં આવ્યો છે અને તેમને અંબાલા જેલમાં મોકલવામાં આવશે. 
 
ઉલ્લેખનીય છે કે આ પૂરા મામલાની શરૂઆત એક ગુમનામ પત્રથી થઈ હતી. આ પત્ર 13 મે 2002ના રોજ તત્કાલીન પીએમ અટલ બિહારી વાજપેયીને લખવામાં આવ્યો હતો  જેમા એક યુવતીએ ડેરા સચ્ચા સૌદામાં ગુરૂ રામ રહીમના હાથે પોતાના યૌન શોષણનો કેસ બતાવ્યો હતો. 
 
પોતાના પત્રમાં પીડિતાએ લખ્યુ - હુ પંજાબની રહેનારી છુ અને હવે પાંચ વર્ષથી ડેરા સચ્ચા સૌદા સિરસામાં (હરિયાણા, ધન ધન સત્તગુરૂ તેરા હી આસરા) માં સાધુ યુવતીના રૂપમાં કાર્ય કરી રહી છુ. સેકડો યુવતીઓ પણ ડેરામાં 16થી 18 કલાક સેવા કરે છે. અમારુ અહી શારીરિક શોષણ કરવામાં આવી રહ્યુ છે.  હુ બીએ પાસ યુવતી છુ. મારા પરિવારના સભ્ય મહારાજના અંધ શ્રદ્ધાળુ છે. જેમની પ્રેરણાથી હુ ડેરામાં સાધુ બની હતી. 
 
હુ આ બધુ જોઈને હેરાન રહી ગઈ.. માઅરા પગ નીચેની જમીન સરકી ગઈ. આ શુ થઈ રહ્યુ છે. મહારાજ આવા હશે.... મે સપનામાં પણ વિચાર્યુ નહોતુ. મહારાજે ટીવી બંધ કર્યુ અને મને સાથે બેસાડીને પાણી પીવડાવ્યુ અને કહુ કે મે તને મારી ખાસ પ્યારી સમજીને બોલાવી છે. મારો આ પહેલો દિવસ હતો. મહારાજે મને આલિંગનમાં લેતા કહ્યુ કે હુ તને દિલથી ચાહુ છુ. તારી સાથે પ્રેમ કરવા માંગુ છુ.. કારણ કે તે અમારી સાથે સાધુ બનતી વખતે તન મન ધન સત્તગુરૂને અર્પણ કરવાનુ કહ્યુ હતુ અને હવે આ તન અમારુ છે. 
 
મારા દ્વારા વિરોધ કરવા પર તેમને કહ્યુ કે કોઈ શક નથી અમે જ ઈશ્વર છીએ. જ્યારે હુ પુછ્યુ કે શુ આ ઈશ્વરનુ કામ છે તો તેમને કહુ શ્રી કૃષ્ણ ભગવાન હતા તેમની ત્યા 360 ગોપીઓ હતી જેમની સાથે તો રોજ પ્રેમ લીલા કરતા હતા પણ છતા પણ લોકો તેમને પરમાત્મા માને છે. આ કોઈ નવી વાત નથી.  અમે ઈચ્છીએ તો આ રિવોલ્વરથી તારા પ્રાણ પખેરુ ઉડાવીને તારો દેહ સંસ્કાર કરી શકીએ છીએ.  તમારા ઘરવાળાઅ દરેક રીતે અમારી પર વિશ્વાસ કર છે અને અમારા ગુલામ છે તેઓ અમારા વિરોધમાં નથી જઈ શકતા.   આ વાત તને સારી રીતે જાણ છે. 
 
એટલુ જ નહી સરકારમાં અમારુ ખૂબ ચાલે છે. હરિયાના અને પંજાબના મુખ્યમંત્રી કેન્દ્રીય મંત્રી અમારા પગે પડે છે. નેતા અમારી પાસેથી સમર્થન લે છે. પૈસા લે છે અને અમારા વિરુદ્ધ ક્યારેય નહી જાય.  અમે તારા પરિવારમાંથી નોકરીએ લાગેલા સભ્યોને હટાવી દઈશુ. બધા સભ્યોને મારી નાખીશુ. અને પુરાવા પણ નહી છોડીએ. એ તને જાણ છે. અમે પહેલા પણ ડેરાના પ્રબંધકને ખતમ કરાવ્યા હતા. જેમની આજ સુધી કોઈ ભાળ નથી. ન કોઈ પુરાવા છે.  પૈસાના બળ પર પોલીસ અને રાજનેતાઓને ખરીદી લઈશુ..  અને આ રીતે મારી સાથે પોતાનુ મોઢુ કાળુ કર્યુ.. અને છેલ્લા ત્રણ મહિનામાં 20-30 દિવસ પછી કરવામાં આવી રહ્યુ છે. 
 
અમને સફેદ કપડા પહેરવા. માથા પર ઓઢણી મુકવી. કોઈ માણસ તરફ આંખ ન મિલાવવી.. માણસોથી પાચથી દસ ફુટના અંતર પર રહેવુ મહારાજનો આદેશ છે.. અમે માત્ર દેખાવમાં દેવી છે.. પણ અમારી હાલત વેશ્યા જેવી છે.  હુ મારા ઘરના લોકોને જણાવ્યુ કે અહી ડેરામાં બધુ ઠીક નથી તો મારા ઘરના લોકોને ગુસ્સામાં કહ્યુ કે જો ભગવાન પાસે ઠીક નથી તો ઠીક ક્યા છે. 
 
તારા મનમાં ખરાબ વિચાર આવવા માંડ્યા છે.. તુ સતગુરૂનુ સિમરન કર્યા કર.. હુ મજબૂર છુ. અહી સત્તગુરૂનો આદેશ માનવો પડે છે. અહી કોઈ પણ બે યુવતીઓ પરસ્પર વાત નથી કરી શકતી. ઘરના લોકો સાથે ફોન પર વાત નથી કરી શકાતી..  જ્યારે થોડા દિવસ પહેલા બઠિંડાની યુવતી સાધ્વીએ જ્યારે મહારાજની કાળી કરતૂતો વિશે બધી યુવતીઓ સામે ખુલાસો કર્યો તો અનેક સાધુ યુવતીઓએ મળીને તેને મારી. 
 
તેથી તમને વિનંતી છે કે જો હુ આ ચિઠ્ઠીમાં નામ લખીશ તો  આ બધી  યુવતીઓ સાથે મારો પરિવાર પણ મારી દેવામાં આવશે.