મંગળવાર, 2 ડિસેમ્બર 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 12 મે 2021 (07:11 IST)

શરીરને Detox કરવા માટે ખાવો આ 4 વસ્તુઓ

health tips
ઘણી વાર પેટ સાફ ન થતા શરીર અંદરથી પૂર્ન રૂપથી સાફ નહી હોય છે. તેથી શરીરની અંદર એકત્ર ઝેરીલા પદાર્થોને જો બહાર નહી કાઢી તો ઘણા રોગો પેદા કરી શકે છે. તેથી જરૂરી છે તે વસ્તુઓ વિશે જે શરીરને અંદરથી સાફ કરવાનો કામ કરે છે. અમે તમને જણાવી રહ્યા છે એવી 4 વસ્તુ જેને ખાવાથી શરીર અંદરથી સાફ એટલે કે ડિટૉક્સિફાઈ ( Detoxify) થઈ જાય છે. 
 
1. બ્રોકલી અને કોબીજ - આ બન્ને શાકમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને ફાઈબર શરીરથી ઝેરીલા પદાર્થો બહાર કાઢવામાં ખૂબ મદદગાર હોય છે તેને કોઈ પણ રૂપમાં ખાવાથી શરીર માટે ફાયદાકારી થશે સાથે જ આ ખાવાથે કબ્જિયાતની સમસ્યા પણ દૂર થશે. 
2. નારિયેળ પાણી 
નારિયેળ પાણીમાં ઈલેક્ટ્રોલાઈટ્સ અને એંટીઑક્સીડેંટ હોય છે જે શરીરથી ટૉક્સિનને કાઢીને બૉડી સિસ્ટમને સાફ કરી નાખે છે. 
3. બીટ 
બીટને સલાહ કે જ્યુસના રૂપમાં લેવાથી શરીરની અંદરથી સફાઈ થવામાં મદદ મળે છે . બીટમાં ભરપૂર માત્રામાં આયરન હોય છે જે શરીરમાં લોહીને વધારવામાં પણ મદદ કરે છે. 
 
4. લીંબૂ 
લીંબૂ ક્ષણીય ગુણ અને વિટામિન સીથી ભરપૂર હોય છે. વિટામિન સી એંટીઑક્સીડેંટ્સનો મુખ્ય સ્ત્રોત છે. પાણીમાં લીંબૂનો રસ મિક્સ કરી પીવો કે પછી સલાદમાં રસ નાખી ખાવો આવુ કરવાથી શરીર ડિટૉક્સ( સાફ) થવામાં મદદ મળે છે. લીંબૂ સિવાય આદુ, બીટનો રસ પણ ડિટૉક્સ કરવામાં મદદ કરે છે.