બુધવાર, 11 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 6 એપ્રિલ 2023 (18:41 IST)

ગેસના તાપ પર સેકેલી રોટલી ખાવી છે નુકશાનદાનદાયક, અનેક બીમારીઓ ઘેરી લેશે

આપણા ખોરાકમાં રોટલીનુ ખૂબ મહત્વનુ સ્થાન છે. સામાન્ય રીતે ઘરોમાં ભાતને બદલે રોટલી વધુ આરોગ્યદાયક માનવામાં આવે છે. જો આપણા ખાવાની થાળીમાં રોટલી ન હોય તો ભોજન અધુરુ લાગે છે. પણ શુ તમે જાણો છો કે આ રોટલી તમારે માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે રોટલીને ફુલાવવાની સૌની જુદી જુદી રીત હોય છે. કેટલાક લોકો તેને તવા પર સેકે છે તો કેટલાક  ગેસના તાપ પર ફુલાવે છે. તેસના તાપ પર સેકવાથી રોટલે તરત જ ફુલી જાય છે અને સમયની પણ બચત થાય છે.  પણ ગેસ પર ડાયરેક્ટ રોટલી ફુલાવવાની આ ટેવ તમને ભારે પડી શકે છે.  ઉલ્લેખનીય છે કે રોટલી ગેસના તાપના સંપર્કમાં આવતા જ આ તમારે માટે જીવલેણ બની જાય છે.  આવુ કેમ ચાલો અમે તમને બતાવીએ છીએ. 
 
શુ કહે છે સ્ટડી ?
તાજેતરમાં જ પબ્લિશ થહેલ એક રિસર્ચ મુજબ ગેસ એવા એયર પોલ્યુટેટ કાઢે છે જે તમારા આરોગ્ય માટે ખૂબ જ ખતરનાક ઉલ્લેખનીય છે કે આ પોલ્યુટેંટ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રોજન ડાઈઓક્સાઈડ છે જેને કારણે લોકો  શ્વાસ અને દિલ સાથે જોડાયેલી બીમારીઓની ચપેટમા સહેલાઈથી આવી શકે છે. 
 
વધી શકે છે કેંસરનો ખતરો 
 
બીજી તરફ એક અન્ય રિસર્ચ મુજબ ગેસના તાપ પર રોટલી ફુલાવવાથી કાર્સિનોજેનિક પેદા થઈ શકે છે.  આ આપણા શરીર માટે ખૂબ જ ઘાતક છે. કાર્સિનોજેનિક એક એવો ઝેરી પદાર્થ છે જેને વ્યક્તિને કેન્સર થઈ શકે છે. 
આ જીનને પ્રભાવિત કરીને સામાન્ય કોષોને નુકસાન કરે છે જેથી તે કેન્સરના કોષોમાં ફેરવાય જાય. આવી સ્થિતિમાં જો ઘઉંના રોટલીને ડાયરેક્ટ ગેસ પર ગરમ કરવામાં આવે તો તેનાથી કાર્સિનોજેનિસિટી થઈ શકે છે. જેના કારણે કેન્સર જેવી ગંભીર બીમારી પણ થઈ શકે છે.
missi roti


તવા પર સેકો રોટલી 
જૂના જમાનામાં, રોટલી બનાવતી વખતે લોકો તવા પર મૂકેલી રોટલીને સુતરાઉ કપડાથી દબાવીના તાપ પર મુકવાની જરૂર નથી. રોટલી શેકવાની આ સૌથી સુરક્ષિત રીત છે.