સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: બુધવાર, 25 સપ્ટેમ્બર 2019 (14:44 IST)

Weight Loss - શુ દેશી ઘી ખાવાથી ખરેખર વધે છે વજન

દેશી ઘી ખાવુ આરોગ્ય માટે લાભકારી હોય છે. પણ વાત જ્યારે વજન ઘટાડવાની હોય તોલોક સૌથી પહેલા ઘી ને ડાયેટમાંથી આઉટ કરે છે. પણ ખરેખર જોવા જઈએ તો ઘી વજન વધારવામાં નહી પણ વજન ઘટાડવામાં મદદ કરે છે. ઘણા લોકોને ભ્રમ હોય છે કે દેશી ઘી માં ફૈટ  હોય છે અને તેનાથી વજન વધે છે પણ તમને જણાવી દઈએ કે દેશી ઘી શરીરમાં ઈમ્યુનિટી બુસ્ટરની જેમ કામ કરે છે. ચાલો આજે અમે તમને બતાવીશુ કે વજન ઘટાડવામાં ધી કેમ અને કેવી રીતે લાભકારી છે. 
 
ઘરમાં બનેલુ ઘી છે લાભકારી 
 
જો તમે વજન ઘટાડવા માંગો છો તો માર્કેટને બદલે ઘરમાં બનેલા ઘીનો ઉપયોગ કરો.  ઉલ્લેખનીય છે કે ઘરે બનેલા ઘીમાં ફૉસ્ફોલિપિડ્સ જોવા મળે છે.  આ  આ જ કારણ છે કે આ બજારમાં વેચાનારા ઘી કરતા વધુ લાભકારી છે. ઘી મોટેભાગે ભારતીય રસોઈમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેમા 99.9 ટકા ફૈટ હોય છે. જ્યારે કે એક ટકા મોઈશ્વર. ઘી સૈટુરેટેડ ફૈટ્સ સાથે તૈયાર કરવામાં આવે છે. તેથી જો તેને રૂમના તાપમાન પર મુકવામાં તો તે ખરાબ નથી થતુ. 
 
ડીએચએનો સારો સ્રોર્સ હોય છે દેશી ઘી 
 
રિર્સચ મુજબ દેશી ઘી માં DLA (ઓમેગા 3 ફૈટી એસિડ - Docosahexaenoic Acid)ભરપૂર માત્રામાં હોય છે જે શરીર માટે લાભકારી છે. તેનાથી ફક્ત ઝાડાપણુ જ નહી પણ ડીએચએ કેંસર, ઈંસુલિન પ્રતિરોધ, ગઠિયા, હાર્ટ એટેક શુગર, આર્થરાઈટિસ જેવી બીમારીઓનો ખતરો પણ ઓછો થાય છે. 
 
એમિનિ એસિડથી ભરપૂર 
 
તેમા ર્હએલ એમિનો એસિડ ફૈટ સેલ્સને સંકોચવામાં મદદ કરે છે. જેનાથી વજન ઝડપથી ઓછુ થાય છે.  સાથે જ આ શરીરમાંથી ઝેરીલા પદાર્થોને બહાર કાઢીને બૉડીન ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે.  એટલુ જ નહી તેનાથી વાળ અને હાડકા પણ મજબૂત થાય છે.  અને આંખોની તકલીફ દૂર રહે છે. 
 
શુ કહે છે એક્સપર્ટ્સ 
 
એક્સપર્ટ્સનુ માનીતો જમતી વખતે રોજ 1-2 ચમચી ઘી જરૂર ખાવુ જોઈએ. ખાસ કરીને જો તમે વેટ લૂઝ ડાયેટ પર છો. ઘી 99 ટકા ફેટ્સ હોય છે તેથી 2 ટીસ્પૂન ઘી ખાવાથી કશુ થતુ નથી.  બીજી બાજુ આયુર્વેદ મુજબ ઘી લાંબી વય સાથે અનેક બીમારીઓથી શરીરની રક્ષા કરે છે. 
 
વધુ સેવનથી થશે નુકશાન 
 
ઘી તમરા શરીરને અનેક પ્રકારના પોષણ આપે છે. પણ કોઈપણ વસ્તુનુ સેવન એક લિમિટ સુધી જ કરવુ જોઈએ.  વય અને શરીરના હિસાબથી 1 કે 2 ચમચી ઘી નુ સેવન જ લાભકારી હોય છે.   તેનાથી વધુ માત્રામાં તેનુ સેવન તમને દિલની બીમારીઓ, ઝાડાપણાનો શિકાર બનાવી શકે છે.