ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : સોમવાર, 17 સપ્ટેમ્બર 2018 (11:55 IST)

જાણો દૂર્વાથી થતાં આ આરોગ્ય 10 ફાયદા

મધુમેહને દૂર કરે 
ઘણા શોધોમાં આ વાત સામે આવી  છે કે દૂર્વામાં ગ્લાઈસેમિક ક્ષમતા સારી હોય છે. આ ઘાસના અર્કથી મધુમેહના દર્દીઓ પર મહત્વપૂર્ણ હાઈપોગ્લિસીમિક પ્રભાવ પડે છે. તેનો સેવન ડાયબિટીક દર્દીઓ માટે લાભદાયક છે. 
 
એનીમિયા 
દૂર્વાના રસને લીલો લોહી કહેવાય છે. કારણ કે તેને પીવાથી એનીમિયાની સમસ્યાને ઠીક કરાઈ શકાય છે. દૂર્વા બ્લ્ડને શુદ્ધ કરે છે લાલ રક્તકોશિકાઓને વધારવમાં મદદ કરે છે. જેના કારણ હીમોગ્લોબિન વધે છે. 
 
સુંદરતા માટે 
દૂર્વામાં એંટી ઈંફલ્મેટરી અને એંટીસેપ્ટિક એજેંટ હોવાના કારણે ખંજવાળ, સ્કિન રેશેજ અને એગ્જિમા જેવી ત્વચાની સમસ્યાઓથી છુટકારો મળે છે. હળદર પાઉડરના 
સાથે આ ઘાસનો પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવો. તેનાથી ચેહરા પર બનેલા ફોડા ફોડલીઓ ખત્મ હોય છે. 
પિત્ત અને કબ્જ 
આયુર્વેદ મુજબ ચમત્કારી વનસ્પતિ દૂર્વાનો સ્વાદ કસેલો મીઠું હોય છે. જેમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, કેલ્શિયમ, ફાઈબર પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે જુદા-જુદા પ્રકારન પિત્ત અને કબ્જ વિકારોને દૂર કરવામાં રામબાણ કામ કરે છે. આ પેટના રોગો, યૌન રોગ, લીવર રોગના માટે અસરદાર ગણાય છે. 
 
માથાના દુખાવો હોય છે દૂર 
આયુર્વેદ મુજબ દૂર્વા અને ચૂનાના સમાન માત્રામાં પાણી સથે વાટીને માથા પર લેપ કરવાથી માથાનો દુખાવોમાં તરત લાભ હોય છે. તેમજ દૂર્વાને વાટે પલક પર લગાવાય તો તેનાથી આંખને ફાય્દા હોય છે અને નેત્ર સંબંધી એઓગ દૂર હોય છે. 
 
મોઢામાં ચાંદા 
દોર્વાના ઉકાળાથી કોગળા કરવાથી ચાંદા મટી જાય છે. તે સિવાય આ આંખો માટે પણ સારું હોય છે. કારણકે તેના પર ખુલ્લા પગે ચાલવાથી આંખની રોશની વધે છે. 
નકસીરની સમસ્યાથી છુટકારો. 
નકસીરની પરેશાની થતા પર દાડમના ફૂલના રસની સાથે સાથે મિક્સ કરી તેની 1 થી 2 ટીંપા નાકમાં નાખવાથી નકસીરમાં આરામ મળે છે અને નાકથી લોહી આવવાનું તરત બંદ થઈ જાય છે. 
 
અતિસાર હોય છે દૂર 
આયુર્વેદ મુજબ દૂર્વાનો તાજો રસ અતિસારમાં ઉપયોગી છે. તેના માટે દૂર્વાને સૂંથ અને વરિયાળી સાથે ઉકાળીને પીવાથી આરામ મળે છે. 
મૂત્ર સંબંધી સમસ્યા હોય છે દૂર દૂર્વાના રસને શાકર સાથે મિક્સ કરી પીવાથી મૂત્રથી લોહી આવવું બંદ થઈ જાય છે. સાથે જ 1 થી 2 ગ્રામ દૂર્વાને વાટીને દૂધમાં મિક્સ કરી પીવાથી મૂત્રમાં બળતરા, મૂત્રાશયમાં દુખાવો અને યૂરિન ઈંફેકશનથી છુટકારો મળે છે. 
 
ગર્ભપાતમાં રોકે છે રક્ત સ્ત્રાવ 
દૂર્વાનો પ્રયોગ રક્ત પ્રદર અને ગર્ભપાતમાં પણ ઉપયોગી છે. દૂર્વાના ર્સમાં સફેદ ચંદન અને શાકત મિક્સ કરી પીવાથી રક્તપ્ર્દ્રમાં તરત લાભ મળે છે. તેની સાથે જ પ્રદર રોગ, રક્તસ્ત્રાવ અને ગર્ભપાતના કારણે રક્તસ્ત્રાવમાં આરામ મળે છે અને લોહી વહેવું બંદ થઈ જાય છે.