ગુરુવાર, 28 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 16 સપ્ટેમ્બર 2018 (02:54 IST)

Home Remedies - મોઢામાં ચાંદા પડે તો અપનાવો આ ઉપાય

- ટામેટા વધુ ખાવાથી કદી ચાંદા નથી પડતા 
- ચમેલીના પાન ચાવો અને મોઢામાં બનતી લાળ થૂકતા જાવ. આરામ મળશે. 
- નાની હરડને ઝીણી વાટીને લગાડવાથી રાહ થાય છે 
- રાત્રે જમ્યા પછી હરડ ચૂસો 
- પેટ સાફ રાખો 
- મસાલાવાળા ભોજનથી દૂર રહો. 
- તુલસીના પાન ચાવવાથી પણ ચાંદા મટી જાય છે. 
- સાકરને વાટી લો. તેમા કપૂર મિક્સ કરી જીભ પર ભભરાવો. તેમા સાકર આઠ ભાગ અને કપૂર એક ભાગ મૂકો. 
- ફટકડીના કોગળા કરો. ફટકડીને હોઠની અંદર ચાંદા પડ્યાં હોય તે જગ્યાએ દિવસમાં બે વખત લગાવો. એક વાતનું ધ્યાન રાખો કે ફટકડી લગાવતી વખતે બળતરા થઈ શકે છે. એટલે લાળને સતત નીચે ટપકવા દો.
- મોઢામાં ચાંદાથી તરત રાહત મેળવવા માટે બેકિંગ સોડા બેસ્ટ ઓપ્શન છે. આ દુખાવો થતો હોય એ જગ્યાને શૂન્ય કરી દે છે, જેથી તરત આરામ મળી જાય છે. 
- તુલસીને સંજીવની બુટ્ટી કહેવામાં આવે છે. તુલસીમાં એન્ટિ-ઓક્સિડેન્ટ્સ હોય છે. દિવસમાં ઓછામાં ઓછું બે વખત 4-5 પાન તુલસીના ખાવાથી ચાંદા મટી શકે છે.