મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 15 જાન્યુઆરી 2024 (13:37 IST)

Grilled Onions Benefits : શિયાળામાં સેકેલી ડુંગળી આંખ-કાન અને ગળા માટે છે રામબાણ ઉપાય

Grilled Onions Benefits
Grilled Onions Benefits
Winter Diet Tips : હાલ દેશભરમાં શિયાળાનો સિતમ ચાલી રહ્યો છે. અનેક શહેરોમાં તાપમાન 2.8 ડિગ્રી સેલ્સિયસથી નીચે જતુ રહ્યુ છે.  કાનપુર દેહાતમાં બે લોકોનુ ઠંડીથી મોત થઈ ગયુ. આવામાં બાળકો અને વડીલોને ઠંડીથી બચવાના વિશેષ ઉપાય કરવા જોઈએ.  શિયાળામાં તમે લોકોએન લસણ સેકીને ખાતા જોયા હશે. લસણની જેમ ડુંગળી પણ ઠંડીથી બચાવે છે. આ સાથે જ આ તમારા દાત અને મસૂઢાને પણ સ્વસ્થ રાખે છે.  બીજી બાજુ શિયાળામાં ડુંગળીનુ સેવન કરવાથી આ શરીરને ગરમ રાખવાની સાથે જ અનેક બીમારીઓથી પણ બચાવે છે. આવો જાણીએ ડુંગળી ખાવાથી શુ શુ ફાયદા થાય છે.  
 
1 ડુંગળી શરીરને ગરમ રાખે છે 
 
ઉલ્લેખનીય છે કે ડુંગળીની તાસીર ગરમ હોય છે. આવામાં તેનુ સેવન કરવાથી શરીર ગરમ બન્યુ રહે છે. જો તમને મોટેભાગે શરદી ખાંસી થાય છે તો તમે ડુંગળીનુ સેવન કરો. તેનુ સેવન કરવાથી તમને શરદી-તાવથી છુટકારો મળી શકે છે. 
  
2  રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે 
એંટી ઈફ્લેમેટરી, એંટીસેપ્ટિક અને એંટી બેક્ટેરિયલ ગુણ ડુંગળીની સૌથી મોટી તાકત છે. તેને કારણે તેને શ ઇયાળાની ઋતુમાં ખાવુ કોઈ ઔષધિથી કમ નથી. બીજી બાજુ બદલતી ઋતુમાં જો તમે ડુંગળીનુ સેવન કરો છો તો તમને તાવ, ખાંસી અને મોસમી બીમારીઓથી છુટકારો મળી શકે છે. 
 
3  દાંતોની દેખરેખ કરે છે ડુંગળી 
 
 કાચી ડુંગળીને ચાવવાથી મોઢાના સંક્રમણ અને મોઢાના રોગોનો ખતરો ઓછો થઈ જાય છે.  જો તમને દાંતોની કોઈ સમસ્યા છે તો તમે રોજ કાચી ડુંગળીનુ સેવન કરી શકો છો. 
 
4 . ડુંગળી સ્તન કેંસરથી બચાવ કરે છે 
 
 કાચી ડુંગળીનુ સેવન કરવાથી મહિલાઓમાં સ્તન કેંસરના સંકટને ઘટાડી શકાય છે. તેથી તમે રોજ કાચી ડુંગળીનુ સેવન કરી શકો છો.