વાળ, ત્વચા અને આરોગ્ય માટે જાણો મૂળાના ઘરેલૂ ઉપાય -12 ઘરેલૂ ટીપ્સ

Last Updated: ગુરુવાર, 20 ડિસેમ્બર 2018 (11:57 IST)
વાળ ખરવા - ફોસ્ફરસની કમીથી વાળ ખરવા માંગે છે. છોલ્યા વગર મૂળા અને તેના પાન ખાતા રહેવાથી વાળ ખરવા બંધ થાય છે. 
ગઠિયા - મૂળાના એક કપ રસમાં 15-20 ટીપા આદુનો રસ નાખીને એક અઠવાડિયા સુધી સવાર-સાંજ દિવસમાં બે વાર પીવાથી અને એક અઠવાડિયા સુધી રોજ મૂળાના બેજ વાટીને તલના તેલમાં સેકીને તેને સાંધાના દુ:ખાવાવાળા અંગો પર લેપ કરી પટ્ટી બાંધવાથી ગઠિયા(સાંધાનો દુ:ખાવો) માં ખૂબ આરામ થાય છે. 
 
હાડકાં કડકવા - ઉઠતા બેસતા ઘૂંટણ કે હાથ ઉપર નીચે તરફ કરવાથી ખભાના હાડકાં કડકતા હોય તો રોજ અડધો ગ્લાસ મૂળાનો રસ પીવાથી હાડકાં કડકવા બંધ થઈ જાય છે.  
 
જૂ અને લીખ - વાળ ધોઈને ટોવેલથી લૂંછીને સૂકાવી લો અને મૂળાનો તાજો રસ કાઢી તેને માથા પર નાખી સારી રીતે માલિશ કરી લો અને એક બે કલાક તડકામાં બેસી જાવ. આવુ કરવાથી જૂ અને લીખો નાશ પામે છે. 
 
ખંજવાળ - ત્વચા પર ખંજવાળ થતા મૂળાને છીણીને ખંજવાળવાળા ભાગ પર ઘસી દેવાથી ખંજવાળમાં ખૂબ આરામ થાય છે. 


આ પણ વાંચો :