સાંધાનો દુ:ખાવો હોય કે એસીડીટી, દરેક સમસ્યા દૂર કરશે લવિંગ અને મરી

peppercorn
Last Modified શનિવાર, 5 ઑક્ટોબર 2019 (11:07 IST)
કાળા મરી અને લવિંગમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોવાને લીધે આ બંને ખૂબ જ અસરકારક ઔષધી માનવામાં આવે છે. કાળી મરી અને લવિંગનો ઉપયોગ અનેક ઔષધીઓ બનાવવામાં કરવામાં આવે છે. આ બંને મસાલાઓનો ઉપયોગ કરવાથી આરોગ્યને લગતા અનેક ફાયદાઓ થાય છે. આવો જાણીએ આ ફાયદા વિશે..

લવિંગના ફાયદા:

–ભોજન કર્યા બાદ 1 લવિંગ ચાવીને ખાવાથી એસિડિટી અને છાતીમાં બળતરાની સમસ્યામાંથી રાહત મળે છે.

–પ્રવાસ દરમ્યાન અથવા ક્યારે પણ ઊલટીની સમસ્યા રહેતી હોય તો શેકેલાં લવિંગ ચાવીને ખાવાથી રાહત મળે છે.

–દાંતમાં દુખાવા થવા પર લવિંગને શેકીને દાંત નીચે રાખી ધીરે-ધીરે ચાવવાથી દુખાવામાં તરત આરામ મળે છે.

–2 લવિંગનો પાઉડર 1 કપ પાણીમાં ઉકાળી ઠંડુ રહે એટલે પીવાથી ગેસની પ્રોબ્લેમમાં આરામ મળે છે.
કાળા મરીના ફાયદા

–કાળા મરીમાં પેપરીન હોય છે. જે મેટાબોલિઝ્મને વધારે છે. જેથી બોડીમાં ફેટ જલ્દી બર્ન થાય છે અને વજન કંટ્રોલમાં રહે છે.

–કાળા મરીમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ કેન્સર સામે રક્ષણ કરવામાં મદદ કરે છે.

–કાળા મરીમાં એન્ટીઈન્ફ્લામેટરી ગુણ હોય છે. જેનાથી સાંધાના દુખાવાની સમસ્યા દૂર થાય છે.

–કાળા મરીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે સ્કિન પ્રોબ્લેમ્સથી બચાવે છે.
–કાળા મરીમાં આયર્ન વધુ માત્રામાં હોય છે. જેથી તેને ડાયટમાં ખાવાથી લોહીની ઉણપ દૂર થાય છે.

લવિંગના ફાયદાઓ:

આ પણ વાંચો :