1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: રવિવાર, 21 માર્ચ 2021 (17:07 IST)

આયુર્વેદ કહે છે કે માટલાનું પાણી ઉષ્માથી ભરપૂર હોય છે જાણો આ 8 ફાયદા

benefits of matka ka paani
આયુર્વેદમાં માટલાના પાણીને શીતળ,  હલકુ, સ્વચ્છ  અને અમૃત સમાન ગણાવ્યુ છે. આ પ્રાકૃતિક જળનું સ્ત્રોત છે. જે ઉષ્માથી ભરપૂર હોય છે અને શરીરની ગતિશીલતાને જાળવી રાખે છે. 
 
1. માટલાની માટી કીટાણુનાશક હોય છે જે પાણીમાંથી દૂષિત પદાર્થને સાફ કરવાના કામ કરે છે. 
 
2. આ પાણીને પીવાથી થાક દૂર થઈ જાય છે. તેને પીવાથી પેટમાં ભારે નથી લાગતું 
 
3. લોહી વહેવાની સ્થિતિમાં માટલાના પાણી જો ઘા પર નાખવામાં આવે તો લોહી વહેવુ બંધ થઈ જાય છે. 
 
4. સવારના સમયે આ પાણીના પ્રયોગથી દિલ અને આંખોનું આરોગ્ય યોગ્ય રહે છે. 
 
5. ગળુ, ભોજનનળી અને પેટની બળતરાને દૂર કરવા માટે માટલાનું  પાણી ઘણું ઉપયોગી છે. 
 
6. જે લોકોને અસ્થમાની સમસ્યા હોય છે એ આ પાણીના પ્રયોગ ન કરવું કારણ કે એની તાસીર ઠંડી હોય છે જેથી કફ અને ખાંસી વધે છે. શરદી, આંતરડામાં દુખાવો, તાવમાં માટલાના પાણી ન પીવું. 
 
8. માટલાના પાણી. દરરોજ બદલો પણ એને સાફ કરવા માટે અંદર હાથ નાખીને ઘસવું ન જોઈએ નહી તો એના છિદ્ર બંદ થઈ જાય છે અને પાણી ઠંડુ થતુ નથી.