શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 12 જાન્યુઆરી 2023 (08:51 IST)

Salt Water - સાદુ નહી રોજ પીવો મીઠાવાળું પાણી, ગળાની તકલીફ થશે દૂર અને વજન પણ ઉતરશે

water salt
શું તમે જાણો છો કે પાણી સાથે થોડું મીઠું તમારા માટે કેટલું ફાયદાકારક છે? ગળામાં ખરાશ અને પેટની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે આ એક સૌથી અસરકારક ઉપાય છે, પરંતુ આ માટે સાદા મીઠાને બદલે અશુદ્ધ મીઠું એટલે કે કાળા મીઠાનો ઉપયોગ કરવો વધુ ફાયદાકારક છે. અશુદ્ધ મીઠું શરીર માટે સારું છે. તે બ્લડશુગરને સંતુલિત કરવામાં, ચયાપચયને નિયંત્રિત કરવામાં અને રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. આવો જાણીએ પાણી સાથે આ મીઠાના ફાયદા

 
1. ડાયજેશન સુધરે છે  - મીઠાવાળું પાણી મોઢાની લારવળી ગ્રંથિયોને સક્રિય કરવામાં મદદ કરે છે. લાર પેટની અંદર પ્રાકૃતિક મીઠુ, હાઈડ્રોક્લોરિક એસિડ અને પ્રોટિનને પચાવાનરા એંજાઈમને ઉત્તેજીત કરવામાં સહાયતા કરે છે.  આના દ્વારા ખાધેલો ખોરાક તૂટીને આરામથી પચી જાય છે. આ ઉપરાંત ઈંટેસ્ટાઈનિલ ટ્રૈક્ટ અને લિવરમાં પણ એંજાઈમને ઉત્તેજીત થવામાં મદદ મળે છે. જેનાથી ખાવાનુ પચવામાં સરળતા રહે છે. 
 
2. ઉંઘ લાવવામાં લાભદાયક - મીઠામાં રહેલ ખનીજ આપણી તંત્રિકા તંત્રને શાંત કરે છે. મીઠુ, કોર્ટિસોલ અને એડ્રનલાઈન જેવા બે ખતરનાક સટ્રેસ હાર્મોનને ઓછા કરે છે. તેથી તેનાથી રાત્રે સારી ઉંઘ લાવવામાં મદદ મળે છે. 
 
3. શરીરને ડિટૉક્સ કરે છે - મીઠામાં ખનીજ રહેવાને કારણે આ એંટીબૈક્ટેરિયલનુ કામ પણ કરે છે. જેને કારણે શરીરમાં રહેલ ખતરનાક બેક્ટેરિયાનો નાશ થાય છે. 
 
4. હાડકાની મજબૂતી - અનેક લોકોને ખબર નથી કે આપણું શરીર આપણા હાડકામાંથી કેલ્શિયમ અને અન્ય ખનીજ ખેંચે છે. જેના કારણે આપણા હાડકાંઓમાં નબળાઈ આવી જાય છે. તેથી મીઠાવાળુ પાણી આ મિનરલ લૉસની પૂર્તિ કરે છે અને હાડકાને મજબૂતી પ્રદાન કરે છે. 
 
5. સ્કિન પ્રોબ્લમ્સ - મીઠામાં રહેલ ક્રોમિયમ એક્ને સામે લડે છે. તેમા રહેલ સલ્ફરથી ત્વચા સાફ અને કોમળ બને છે.  આ ઉપરાંત મીઠાવાળું પાણી પીવાથી એક્ઝિમાની સમસ્યા દૂર થાય છે. 
 
6. વજન ઘટાડો - આ પાચનને ઠીક કરીને શરીરની કોશિકાઓ સુધી પહોંચે છે જેનાથી જાડાપણું કંટ્રોલ કરવામાં મદદ મળે છે.