શુક્રવાર, 29 માર્ચ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (15:30 IST)

Potato juice benefits- ગંભીર બિમારીઓ દૂર કરશે બટાકાનું જ્યુસ

Potato juice benefits- કાચા બટાકાના જ્યુસ પાણી સાથે દરરોજ અડધુ કપ પીવો અને ધ્યાન રાખો કે તેને ખાલી પેટ પીવું. તેનાથી ગૈસ બનવાની સમસ્યાથી છુટકાઅરો મળશે જે આજકાલ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. 
 
કાચા બટાકામાં ખૂબ વધારે વિટામિન સી હોય છે. બટાકામાં રહેલું વિટામિન સી રાંધ્યા પછી નાશ પામે છે. વિટામિન સી કાર્ડિયોવેસ્ક્યુલર રોગ, દ્રષ્ટિ ગુમાવવી, સામાન્ય શરદી જેવી સમસ્યાઓથી બચાવે છે.
 
લગભગ 13 પ્રકારના B વિટામિન્સ છે અને આ તમામ પ્રકારના B વિટામિન્સ બટાકામાં હાજર છે. તેમાં સૌથી વધુ ફોલેટ (વિટામિન B9), વિટામિન B6 હોય છે અને આ બંને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વિટામિન B6 ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરે છે. ચેપ સામે લડે છે. ફોલેટ અજાત બાળકની કરોડરજ્જુ અને મગજના વિકાસને ટેકો આપે છે.
 
ઝિંક પણ શરીર માટે ખૂબ જ જરૂરી છે. તમે બટાકાના રસ દ્વારા ઝિંકની ઉણપને દૂર કરી શકો છો. પૂરતી માત્રામાં ઝિંક લેવાથી રોગપ્રતિકારક શક્તિ સારી સ્થિતિમાં રહે છે. 
ઇજાઓ, ઘા ઝડપથી રૂઝાય છે, આંખો સંબંધિત કોઈ સમસ્યા થતી નથી. સામાન્ય શરદી થી બચાવે છે.
 
રોજ એક કપ બટેટાનો રસ પીવાથી ફાયદો થઈ શકે છે. તે એન્ટીબેક્ટેરિયલ પ્રોબાયોટિક ડ્રિંક તરીકે પણ કામ કરે છે.
 
બટાકામાં ઘણા વધુ પ્રમાણમાં ક્લોરોજેનિક એસિડ અને એંથોસાયનિન કૈમિકલ હોય છે. જે બ્લડ પ્રેશરને ઓછુ કરવામાં મદદગાર છે.  લીલા રંગના બટાકામાં રહેલા પોલિફેનોલ નામનુ તત્વ પણ ખૂબ મદદગાર સાબિત થાય છે.