શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: મંગળવાર, 10 જાન્યુઆરી 2023 (12:12 IST)

Health Tips: શિયાળામાં આ વાતોનુ રાખો ધ્યાન

winter season
શિયાળાની ઋતુ ચાલી રહી છે. તમે જોતા હશો કે દરેક ઘરમાં આવા સમયે શરદી ખાંસીની તકલીફ જોવા મળશે.  શિયાળામાં ઠંડી વધતા જ કેમ શરદી ખાંસી થવા માંડે છે  ?  કારણ કે મિત્રો બદલતી ઋતુમાં શરીર ખુદને ઋતુના મુજબ સહેલાઈથી એકજસ્ટ કરતુ નથી.  ખાસ કરીને બાળકો અને વડીલોને ઋતુના અનુકૂળ થવામાં સમય લાગે છે.  કારણ કે તેમની રોગ પ્રતિરોધક ક્ષમતા યુવાઓ કરતા ઓછી હોય છે. આ સીજનમાં ખાસ કરીને બાળકો અને વડીલોનુ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. શિયાળામાં સામ આન્ય રીતે ગળામાં ખરાશ, શરદી-ખાંસી, છાતીમાં ભારેપણુ જેવી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. આવામાં થોડીક સાવધાની રાખો તો શિયાળાની ઋતુની મજા લઈ શકાય છે. 
 
આ વાતોનુ રાખો ધ્યાન 
- શિયાળાની ઋતુ માં સૌથી વધુ માથુ, કાન અને પગ દ્વારા ઠંડી શરીરમાં પ્રવેશે છે. તો તેથી તમાર શરીરના આ ભાગોને ઠંડી હવાઓથી બચાવીને રાખો 
 - કોશિશ કરો કે દિવસમાં 15-20 મિનિટ રોજ વર્કઆઉટ જરૂર કરો. જેથી થોડો પરસેવો શરીરમાંથી કાઢી શકો. 
 - ફ્રીજમાંથી કાઢેલી એકદમ ઠંડી વસ્તુઓનો ઉપયોગ કરવાથી બચો. 
 - આ ઋતુમાં મચ્છરદાનીનો ઉપયોગ જરૂર કરો. 
 - તમારા ખોરાકમાં પપૈયુ, કોળુ, ગાજર, ટામેટા, પાલક સાગ, જામફળ જેવા મોસમી શાક અને ફળને સામેલ કરો. તેનાથી તમારા આરોગ્યને ફાયદો થશે. 
- જેવી જ ઋતુ બદલાય કે ગરમ કપડા પહેરવા શરૂ કરી દો. સાધારણ ઠંડકને અવગણશો નહી અને હંમેશા મોજા પહેરીને રાખો 
-   સ્વેટર હંમેશા સારી ક્વાલિટીનુ પહેરો, કારણ કે વૂલનથી ક્યારેક ક્યારેક ત્વચામાં એલર્જી થઈ જાય છે. 
 - સૌથી વધુ સંક્રમણ હાથો વડે ફેલાય છે, કારણ કે ધ્યાન રાખો કે નિયમિત રૂપથી તમારા હાથ ધુઓ 
- શિયાળામાં આપણે પાણી પીવાનુ ઓછુ કરી દઈએ છીએ, કોશિશ કરો કે દિવસભરમાં જરૂર મુજબ પાણી જરૂર પીવો.