મંગળવાર, 15 જુલાઈ 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Updated : શુક્રવાર, 28 જુલાઈ 2017 (15:43 IST)

Throat Pain - ગળામાં દુ:ખાવો હોય તો અપનાવો આ ઘરેલુ ઉપાય

વાતાવરણમાં ધૂળ માટી હોવાને કારણે અનેકવાર ગળુ ખરાબ થઈ જાય છે અને સોજો આવી જાય છે. ગળાના આ સોજાને લેરિન્જાઈટિસ પણ કહે છે.  જેનાથી અવાજ બેસી જાય છે. બોલવામાં તકલીફ.. જમી ન શકવુ અને ખાંસી થવી આના લક્ષણ છે. ઠંડુ પાણી, તળેલુ ભોજન ખાવુ કે  પછી ખાટી વસ્તુઓ ખાવાથી પણ આ પરેશાની થઈ શકે છે. ગળાને જલ્દી ઠીક કરવા માટે ઘરેલુ ઉપાય પણ ખૂબ જ કારગર છે. 
 
1. ડુંગળીનો રસ - ડુંગળીનો રસ કાઢીને તેમા 2 ચમચી ગરમ પાણી સાથે તેનુ સેવન કરો. તેનાથી ગળાનો સોજો ઓછો થઈ જાય છે. 
2. લસણ - લાણ ઘરેલુ સારવાર માટે ખૂબ જ લાભકારી છે તેના એંટીબૈક્ટેરિયલ ગુણ ઈંફેક્શનને દૂર કરવામાં ખૂબ જ લાભકારી છે. ગળુ બેસી જાય તો લસણની એક નાનકડી કળી લઈને તમારા મોઢામા મુકીને ધીરે ધીરે ચૂસો.. 
 
3. લીંબૂ - વિટામિન સી થી યુક્ત લીંબૂ ગળાના સોજાને ઠીક કરવામાં લાભકારી છે. એક કપ કુણા પાણીમાં થોડુ મીઠુ અને લીંબૂનો રસ મિક્સ કરીને તેના કોગળા કરો.  તેનાથી ગળાની ખરાશ અને સોજો ઠીક થઈ જાય છે. 
 
5. એપ્પલ સાઈડર વિનેગર - ગળાનો સોજો દૂર કરવા માટે 2 મોટી ચમચી એપ્પલ સાઈડર વિનેગર 1 કપ કુણુ પાણી અને થોડુ મધ મિક્સ કરીને દિવસમાં બે વાર પીવો. 
 
6. નીલગીરીનુ તેલ - સોજો ઠીક કરવા માટે ગળાનો સેક કરો. પાણીમાં બે ટીપા નીલગીરીનુ તેલ નાખી દો. આ પાણીથી ગળાને વરાળ આપો. દિવસમાં બે વાર આવુ કરવાથી ગળુ ઠીક થઈ જશે.