શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 26 ઑગસ્ટ 2023 (09:52 IST)

ડુંગળી ખાધા પછી મોઢામાંથી આવતી દુર્ગંધથી છો પરેશાન ? તેનાથી તરત જ છુટકારો મેળવવા માટે કરો આ 3 કામ

onion breath
onion breath
મોઢામાંથી ડુંગળીની દુર્ગંધ કેવી રીતે દૂર કરવી: કાચી ડુંગળી આપણા આરોગ્ય માટે અનેક રીતે કામ કરી શકે છે. તે સલ્ફર, પોટેશિયમ અને ઝિંક જેવા ઘણા તત્વોથી ભરપૂર છે જે તમારા સ્વાસ્થ્ય માટે ઘણી રીતે ફાયદાકારક છે. સૌ પ્રથમ, તે તમારી બ્લડ વેસેલ્સને સ્વચ્છ રાખે છે અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપરાંત, તે તમારીઈમ્યૂન સીસ્ટમને મજબૂત બનાવે છે અને પછી તે ઘણા રોગોથી બચવામાં મદદરૂપ છે. પરંતુ જો આ ફાયદા છોડીને માત્ર કાચી ડુંગળી ખાવાની વાત કરો, તો તેની દુર્ગંધ યાદ આવી જશે.  વાત એમ છે કે  કાચી ડુંગળી ખાધા પછી, તેનો રસ મોંના બેક્ટેરિયા સાથે ભળીને એક વિચિત્ર ગંધ છોડે છે, જે તમને પરેશાન કરી શકે છે. આવી સ્થિતિમાં, આ ટિપ્સ તમને ડુંગળી ખાધા પછી મોઢામાંથી આવતી દુર્ગંધ(how to get rid of onion breath instantly in Gujarati)થી બચાવી શકે છે 
 
ડુંગળી ખાધા પછી મોઢામાંથી આવતી દુર્ગંધને કેવી રીતે દૂર કરશો  - Natural way to get rid of onion breath 
 
1. જમતા પહેલા ડુંગળીને લીબું કે સીરકામા ડુબાડી રાખો  
જો તમે તમારા રોજના ભોજનમાં કાચી ડુંગળી ખાઓ છો, તો તમારે જમતા પહેલા ડુંગળીને લીંબુના રસમાં બોળીને રાખવી જોઈએ. આ સિવાય તમે ડુંગળીને વિનેગરમાં પલાળીને પણ રાખી શકો છો અને તમે હોટેલમાં જમતી વખતે આ જોયું જ હશે. આમ કરવાથી તેની દુર્ગધ અને એક્ટીવ ઈન્ગ્રીડિએન્ટ્સને ન્યૂટ્રલાઈઝ કરવામાં મદદ મળી શકે છે(What neutralizes onion breath). તેનાથી એ ફાયદો થશે કે જ્યારે પણ તમે ડુંગળી ખાશો તો તમારા મોઢામાંથી દુર્ગંધ નહીં આવે.
 
2. વરીયાળી ચાવો 
કાચી ડુંગળી ખાધા પછી વરિયાળીનું સેવન કરવાથી આ દુર્ગંધ દૂર થાય છે. ઉલ્લેખનીય છે કે વરિયાળી પોતે કેટલાક સુગંધિત ગુણોથી ભરપૂર છે અને તેને ચાવવાથી મોઢાની લાળમાં બેક્ટેરિયાની પ્રવૃત્તિમાં ફેરફાર થાય છે, જે ડુંગળીની ગંધને દૂર કરે છે અને તમારા શ્વાસમાં વરિયાળીની સુખદ સુગંધ આપે છે.
 
3. ઈલાયચી ચાવી લો 
ઈલાયચી એક એવી વસ્તુ છે જે તમારા ઓરલ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. જમ્યા પછી ઈલાયચી ખાવાથી તમારા પાચક એન્જાઈમ્સને વધારવામાં મદદ મળવા ઉપરાંત તમારા મોઢામાંથી દુર્ગંધને પણ દૂર કરી શકે છે. તે તમારા મોંને સાફ કરીને બેક્ટેરિયાની પ્રવૃત્તિઓને શાંત કરી શકે છે. આ સાથે, તે તમારા શ્વાસમાંથી ડુંગળીની ગંધને દૂર કરે છે, જેથી તમારા મોઢામાંથી ડુંગળીની વાસ આવતી નથી.