શનિવાર, 20 એપ્રિલ 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: શનિવાર, 8 મે 2021 (15:55 IST)

Vaccine નો પ્રથમ ડોઝ લગાવ્યા પછી કોરોના થાય તો, આ વાતોનું રાખો ધ્યાન

કોવિડ 19 ને અટકાવવા માટે દેશભરમાં 16 જાન્યુઆરીથી સામૂહિક રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને તેના હેઠળ અત્યાર સુધી 17.49 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. પરંતુ વેક્સીન લગાવ્યા પછી પણ લોકો કોરોનાથી સંક્રમિત થઇ રહ્યા છે. એવામાં અહી જાણો કે પ્રથમ ડોઝ લગાવ્યા પછી કોરોના સંક્રમણ થતાં કઇ કઇ જરૂરી વાતોનું ધ્યાન રાખવું જોઇએ. 
 
વેક્સીનનો પ્રથમ ડોઝ લગાવ્યા પછી પ્રોટોકોલનું પાલન જરૂર કરો. એટલે કે થોડા દિવસો સુધી આલ્કોહોલ અને બીડી સીગરેટ વગેરેનું સેવન ન કરો. 
 
સ્ટેરોયડ અથવા પ્લાઝ્મા લીધા હોય તો 90 દિવસ સુધી રોકાવવાની સલાહ આપવામાં આવે છે જેથી શરીરમાં એંટીબોડીઝ બને છે, તે પોતાનું કામ કરી શકે. 
 
ડોક્ટરોનું કહેવું છે કે પહેલો ડોઝ લીધા બાદ સંક્રમણમાં સ્થિતિ ગંભીર હોય છે અને દર્દીઓને સ્ટેરોયડ આપવું પડે છે, અથવા પછી પ્લાઝ્મા આપવા પડે તો આવી સ્થિતિમાં બીજા ડોઝ માટે 90 દિવસ સુધી રોકાવવું પડે છે. 
 
જો સંક્રમિત થતાં સામાન્ય લક્ષણો આવ્યા હતા અને ઘરે રહીને સામાન્ય દવાઓ લીધી છે તો 15 દિવસ સુધી હોમ આઇસોલેશન પુરૂ થાય ત્યારબાદ બીજો ડોઝ લગાવી શકાય છે. 
 
વેક્સીનનો બીજો ડોઝ લેતાં પહેલાં એ જોવું જરૂરી છે કે તમે કોરોના વાયરસથી સક્રમિત થતાં સામાન્ય લક્ષણ હતા અથવા પછી સ્થિતિ ગંભીર હતી. 
 
આમ તો સરકાર વેક્સીનના 2 ડોઝ વચ્ચે ગેપ વધારવા વિશે વિચાર કરી રહી છે અને તેના પર કમિટી આગામી અઠવાડિયા સુધી નિર્ણય લઇ શકે છે. 2 ડોઝ વચ્ચે કોરોના સંક્રમિત થતાં નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી 15 દિવસ બાદ જ વેક્સીનનો બીજો ડોઝ લગાવો.