શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 મે 2021 (10:32 IST)

4 વર્ષના સુરતી ટેણિયાએ આપ્યો સંદેશ, વૃક્ષોનું જતન નહી કરીએ તો ઓક્સીજન મશીન લઇને ફરવું પડશે

કોરોનાની બીજી લહેરમાં દેશ-દુનિયાને પોતાની ચપેટમાં લઇ છે. પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં આરોગ્ય સેક્ટરને લઇને ખૂબ સમસ્યાઓ સર્જાઇ હતી. જેમાં ખાસકરીને ઓક્સિજન અછત ઉભી થઇ. લોકોને પોતાની જીવ બચાવવા માટે ઓક્સિજન પર આધાર રાખવો પડ્યો. ત્યારે સુરતના 4 વર્ષના દિયાંશ દૂધવાલા નામના ટેણિયાએ જીત ફાઉન્ડેશન ઇન્ડીયા નામની સંસ્થાના સહયોગથી પારદર્શી કન્ટેનરમાં એક છોડ ઉગાડી તે છોડમાંથી ઉત્પન્ન થતા ઓક્સિજનને ઓક્સિજન માસ્ક વડે સીધો શ્વાસ દ્વારા શરીર લઇ શકાય તેઓ મેસેજ આપતા એક મશીન સાથે જાહેર માર્ગ પર ઉતરીને લોકો સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો હતો. 
 
દિયાંશ દૂધવાલા છેલ્લા કેટલાક દિવસથી દરરોજ એક-બે આ મશીન લઇને શહેરના અલગ અલગ ટ્રાફિક પોઇન્ટ પર ઉભો રહીને લોકોને વૃક્ષોની જાળવણી કરીશું તો આપણને શુદ્ધ ઓક્સિજન મળશે તે અંગે સંદેશ આપી રહ્યો છે. આ ઉપરાંત હાથમાં પ્લે કાર્ડ રાખીને કોરોનાથી બચવા માટે અલગ અલગ સંદેશ આપી રહ્યો છે.  
 
બાળકે આ ઉપકરણને પહેરીને આ બાળક છેલ્લા થોડાક દિવસથી સુરતના અલગ અલગ ટ્રાફિક પોઈન્ટ અને અલગ અલગ સ્થળોએ રોજ એકાદ બે કલાક જેટલો સમય ઉભો રહીને લોકોને વૃક્ષોનું જતન કરીશું, તો જ આપણને શુદ્ધ ઓક્સિજન મળશે તેવો સંદેશ આપી રહ્યો છે. આ ઉપરાંત હાથમાં પ્લે કાર્ડ રાખીને લોકોને કોરોનાથી બચવા માટેના અલગ અલગ મેસેજ પણ આપી રહ્યો છે.
 
વૃક્ષોની આ ધરતી પર કેટલી જરૂરિયાત છે અને વૃક્ષો છે તો જ ઓક્સિજન છે. જો લોકો હવેથી વૃક્ષોની સાવચેતી નહિ રાખે અને વૃક્ષોનું જતન નહી કરે તો એ દિવસો પણ દૂર નથી કે, બાળકોના ખભા પર સ્કૂલ બેગની જગ્યાએ ઓક્સીજન માટે આવા ઉપકરણો લઈને ફરવું પડશે.