શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 મે 2021 (10:11 IST)

શું સરકાર આંકડા છુપાવી રહી છે? પ્રજાના મનમાં પ્રશ્ન... ગુજરાતના સમાચાર પત્રો શ્રદ્ધાંજલિથી ઉભરાયા

ગુજરાતમાં કોરોના મહામારીથી કયા પ્રકારે તબાહી મચાવી છે, આ ગુજરાતના સમાચારપત્રો પર એક નજર કરીએ તો અનુમાન લગાવી શકાય. તેમાં શોક સંદેશોની સંખ્યા સતત વધતી જાય છે. એક સમાચારપત્રના ભાવનગર એડિશનમાં ગુરૂવારે 16 પાનાના સમાચારપત્રમાં આઠ પાના શોક સંદેશ અને શ્રદ્ધાંજલિથી ભરેલા હતા. 
 
શ્રદ્ધાંજલિની સંખ્યામાં વધારો ત્યારે થઇ રહ્યો જ્યારે વિભિન્ન કારણોથી કોવિડના કેસ અને મોતની સંખ્યા ઓછી બતાવવામાં આવી રહી છે. આ ગુજરાતી સમાચારપત્રમાં ગુરૂવારે 238 શ્રદ્ધાંજલિ છપાઇ જ્યારે બે મહિના એટલે છ માર્ચના રોજ ફક્ત 28 શ્રદ્ધાંજલિ પ્રકાશિત થઇ હતી. 
 
એક અન્ય ગુજરાતી સમાચાર પત્રએ સમાચાર પ્રકાશિત કર્યા છે કે ખેડા જિલ્લામાં બુધવારે કોવિડ 19ના કારણે 12 દર્દીઓના મોત થયા છે જ્યારે રાજ્ય સરકારે મોતની સંખ્યા બે જણાવી છે. આ ર્પકારે એક અન્ય સમાચાર પત્રએ બુધવારે ગાંધીનગરમાં 25 લોકોના કોરોના વાયરસના લીધે મોતના સમાચાર પ્રકાશિત કર્યા તેનાથી ઉલટું રાજ્ય સરકારે જણાવ્યું કે ગાંધીનગરમાં બુધવારે ફક્ત એક દર્દીનું મોત કોવિડના લીધે થયું છે. વિપક્ષ કોંગ્રેસના પ્રવક્તા મનીશ દોષીએ જણાવ્યું કે સરકાર કોરોના વાયરસના ઓતનો આંકડો ઓછી બતાવી રહી છે જેથી લોકોથી સચ્ચાઇ છુપાઇ શકાય. 
 
ગત 24 કલાકમાં રાજ્યમાં 12,955 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 12,995 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 4,77,391 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 75.37 ટકાએ પહોંચ્યો છે. 
 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો 1,48,124 એક્ટિવ કેસ છે. જ્યારે 792 લોકો વેન્ટિલેટર પર છે. 1,47,332 લોકો સ્ટેબલ છે. 4,77,391 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. 7,912 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે કોરોનાને કારણે કુલ 133 લોકોનાં મોત નિપજ્યાં છે.
 
અમદાવાદ કોર્પોરેશન 22, સુરત કોર્પોરેશન 8, રાજકોટ કોર્પોરેશન 10, વડોદરા કોર્પોરેશન 8, જામનગર કોર્પોરેશન 9, અને જૂનાગઢ કોર્પોરેશન 4, ભાવનગર કોર્પોરેશન 3, મહેસાણા 2, વડોદરા 5, સુરત 5, જામનગર 5, પંચમહાલ 2, નવસારી 1, દાહોદ 1, સુરેંદ્રનગર 2, જુનાગઢ 5, ગીરસોમનાથ 1, મહીસાગર 2, ખેડા 2, કચ્છ 3, રાજકોટ 6, આણંદ 1, અમરેલી 1, બનાસકાંઠા 4, પાટણ 1, સાબરકાંઠા 5, અરવલ્લી 1, છોટા ઉદેપુર 1, વલસાડ 1, મોરબી 1, ભરૂચ 2, નર્મદા 2, ભાવનગર 5, અમદાવાદ 1, અને બોટાદ 1 એમ એમ કુલ 133 વ્યક્તિનાં મોત નિપજ્યાં છે.