શુક્રવાર, 7 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated : બુધવાર, 5 મે 2021 (19:48 IST)

નવસારીનાં મહિલા ક્રિકેટર અરુણાચલ પ્રદેશની મહિલા ટીમ માટે રમશે

Gujarat News in Gujarati
રાજ્યની યુવતીઓને આગળ વધવાની પણ તકો મળી રહી છે, ત્યારે નવસારીનાં મહિલા ક્રિકેટરને અરુણાચલ પ્રદેશની સિનિયર મહિલા ક્રિકેટ ટીમમાં ગેસ્ટ પ્લેયર તરીકે રમવાની તક મળી છે.
 
ક્રિકેટ પ્રત્યેની લગન, સખત મહેનત અને પ્રતિભાના કારણે બીસીસીઆઈમાં અરુણાચલ પ્રદેશમાં સિનિયર મહિલા ક્રિકેટ ટીમમાં ગેસ્ટ પ્લેયર તરીકે ભૂમિકાની પસંદગી થઈ છે.
 
હવે ક્રિકેટમાં વધુને વધુ આગળ જઈ ભારતની ટીમમાં પસંદગી થાય તેવો લક્ષ્ય ધરાવતાં ભૂમિકા પોતાની પ્રેક્ટિસ માટે પણ દરરોજ સમય ફાળવવાનું ચૂકતાં નથી.
 
બાળપણથી રમત-ગમત પ્રત્યે વધુ લગાવ હોવાથી માતા-પિતા પણ તે દિશામાં આગળ વધવા માટે ખૂબ જ પ્રોત્સાહન આપી રહ્યાં છે.