શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી: , શુક્રવાર, 7 મે 2021 (13:48 IST)

સો ટકા ઉંચું રિટર્ન મળશે આ ટોપ 3 સરકારી સ્કીમમાં, જાણો ફાયદા

સરકાર લોકોમાં બચતની આદતને વધારવા માટે સતત એવી યોજનાઓની જાહેરાત કરે છે જેમાં રોકાણ કરવાથી ના ફક્ત લોકોને ઉંચું રિટર્ન મળે છે સાથે જ એવા ગર્વને વધુમાં વધુ ફાયદો મળે. જો આર્થિક રૂપથી વધુમાં વધુ અસુરક્ષિત હોય છે. આ યોજનાઓ દ્વારા સરકરા દ્વારા ચલાવવામાં આવે છે એટલા માટે તેમાં રકમ ડુબવાનો ખતરો ના બરાબર હોય છે. આ સાથે જ આ યોજનાઓમાં રોકાન અક્રવાથી ટેક્સ છૂટ જેવા ફાયદા મળે છે. જાણો શું છે આ યોજનાઓ 
 
સુકન્યા સમૃદ્ધિ યોજના
કેંદ્ર સરકરે આ યોજના બાળકીઓના ભવિષ્યને સારું બનાવવા માટે શરૂ કરી છે. આ યોજનામાં કરવામાં આવેલા રોકાણ પર 80સી હેઠળ છૂટ મળે છે. તો બીજી તરફ ફક્ત 250 રૂપિયામાં ખાતું ખોલી શકાય છે. તેમાં 7.6 ટકાના આકર્ષક દરે વ્યાજ મળતું રહે છે. પુત્રીના ઉચ્ચ અભ્યાસ માટે 50 ટકા સુધી રકમ ઉપાડવાની જોગવાઇ છે. 
 
પબ્લિક પ્રોવિડેંટ ફંડ
પગારધારકોને આર્થિક સુરક્ષા માટે પીપીએફ સૌથી સારો વિકલ્પ ગણવામાં આવે છે. પબ્લિક પ્રોવિડેંટ ફંડ ગેરેન્ટેડ ટેક્સ-ફ્રી- રિટર્ન આપે છે. તેના દ્વારા દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધી કરવામાં આવેલા રોકાણ પર ટેક્સ છૂટ મળે છે. તો બીજી તરફ વ્યાજ અને મેચ્યોરિટી પર પણ ટેક્સ છૂટની જોગવાઇ છે. તેના પર લોનની સુવિધા પણ આપવામાં આવે છે. હાલ પીપીફ પર 7.1 ટકાના દરે વ્યાજ દર મળે છે. 
 
સીનિયર સિટીંજન્સ સેવિંગ સ્કીમ
વડીલ લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે આ સ્કીમ લાવવામાં આવી છે. સીનિયર સિટિજન્સ સેવિંગ સ્કીમ હેઠળ સિનિયર સિટિજન્સ 5 વર્ષ માટે પૈસા જમા કરાવી શકે છે અને તેને મેચ્યોરિટી પીરિયડ પુરો થયા બાદ 3 વર્ષ બાદ વધુ વધારી શકાય છે. SCSS માં વરિષ્ઠ નાગરિકોને 7.4% વ્યાજ મળે છે. તેમાં વ્યાજ દર ત્રીજા મહિને મળે છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો તેમાં 1000 રૂપિયાથી માંડીને 15 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકે છે. આ યોજનામાં પૈસા જમા કરાવનારને ઇનકમ ટેક્સ એક્ટ ના સેક્શન 80સી હેઠળ ટેક્સ છૂટનો લાભ પણ મળી શકે છે.