શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

ઘરમાં શાક ન હોય, તો બનાવો 7 સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ વસ્તુઓ

આમ તો શાકના વગર ભોજન અને પોષણ બન્ને જ અધૂરા હોય છે, પણ જો ઘરમાં શાક ન હોય, તો તમે ભોજનમાં આ 7 વિક્લ્પને શામેળ કરી શકો છો. જે ન માત્ર તમારા સ્વાદ બદલશે પણ પોષણ પણ આપશે વેનદુનિયામાં જાણો એવા જ 7 વિકલ્પ 
1. દાળ- દાળ ભોજનનો અભિન્ન અને સરળ ભાગ છે. જે દરેક વર્ગમાં ખાય છે. મગ, ચણા, તુવેર, અડદ, મસૂર કે રાજમા વગેરેને તમારા મનપસંદ અંદાજમાં બનાવી શકો છો. ઈચ્છો તો તેને રોટલીની જગ્યા ભાત કે બાફલા સાથે ખાવું. ઘરમાં શાક ન હોય તો આ પોષણ અને સ્વાદના હિસાબે સારું વિક્લ્પ છે. 
 
2. વડી- વડી બરી કે મંગોડી, ચણા, સોયાબીન વગેરેની વડી બજારમાં સરળતાથી મળી જાય છે. જેનો પ્રયોગ તમે લીલા શાકભાજીના વિકલ્પના રૂપમાં કરી શકો છો. આ પણ ખૂબ પૌષ્ટિક વિકલ્પ છે. 

3. કઢી- કઢી બનાવવા માટે તમને શાકની જરૂર નથી માત્ર હીંગ, લસણ, મેથીદાણા અને લીમડાનો વઘાર તમે દહીં અને ચણામા લોટની કઢી બનાવી શકો છો. તે તમે ગુજરાતી મરાઠી રાજસ્થાની અંદાજમાં બનાવી શકો છો. ગર્માગર્મ કઢી તમારી શરદી દૂર કરશે અને ઠંડા મૌસમમાં ગર્માહટ આપશે. 
4. ચણાનો લોટનો શાક- બેસન, રાજ્સ્થાની બેસનના ગટ્ટા વગેરે પણ શાક ન હોય તો સારું વિક્લ્પ છે. જે તમને સ્વાદ બદલવાની સાથે ભોજનનો સ્વાદ પણ વધારશે. તમે એને સૂકા ફય કરી શકો છો કે ગ્રેવી વાળી પણ બનાવી શકો છો. 
 
5. અંકુરિત- અંકુરિત કઠોડ જેમ કે મગ ચણા વટાણા વગેરેને પણ તમે મજેદાર શાક બનાવી શકો છો. જે બાળક પણ શોકથી ખાશે અને મોટા પણ. આ પોષણ માટે સારું વિકલ્પ છે. 

6. પાપડ- ઘરમાં જો મગ, ચણા કે અડદના પાપડ છે, તો વગર કોઈ પરેશની તમે તેનો શાક તૈયાર કરી શકો છો. તેનો ચટપટો સ્વાદ તમને જરૂર પસંદ આવશે. 
7. ઈંડા- જો તમે ઈંડા ખાઓ છો, તો કેમ એનાથી જ કોઈ રેસીપી બનાવાય. આ ઈંડાના શૌકીન માટે તો સ્વાદિષ્ટ છે જ, આરોગ્યથી ભરેલો વિકલ્પ પણ છે.