સંબંધિત સમાચાર
- PM Modi Gujarat visit - પીએમ મોદી બે દિવસ માટે આવશે ગુજરાત, પ્રધાનમંત્રી આવાસ યોજના અને દુકાનોનુ કરશે લોકાર્પણ
- Ahmedabad Seventh Day School માં વિદ્યાર્થી પર હુમલો બાદ મોત થતા વાલીઓમાં રોષ, પ્રિંસિપલ અને સ્ટાફને માર્યા લાફા
- અમદાવાદની સ્કૂલમાં ધોરણ8ના વિદ્યાર્થીએ ધો-10 ના વિદ્યાર્થી પર ચપ્પુથી હુમલો કરતા મોત
- શાકભાજીના ભાવે બધા રેકોર્ડ તોડી નાખ્યા, ટામેટાં અને મરચાંએ ગ્રાહકોને દંગ કરી દીધા
- Miss Universe India 2025 મનિકા વિશ્વકર્મા બની મિસ યુનિવર્સ ઓફ ઈન્ડીયા 2025, હવે 74માં મિસ યુનિવર્સ કોન્ટેસ્ટમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(GSSSB) દ્વારા લેવામાં આવનારી બે પરીક્ષાઓ મોકૂફ
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા 7 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાનારી બે પરીક્ષાઓને લઇને મોટો નિર્ણય લેવાયો છે.. આ બન્ને પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી છે.
ઉમેદવારોની રજૂઆતો બાદ નિર્ણય
GPSC દ્વારા જાહેરાત ક્રમાંક 237/2024-25 અને 304/2025-26 હેઠળ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર (વર્ગ-3)ની પ્રાથમિક કસોટી 7 સપ્ટેમ્બર, 2025ના રોજ યોજાવાની હતી. આ જ દિવસે ગૌણ સેવા પસંદગી મંડળે લેબોરેટરી ટેકનિશિયન અને વર્ક આસિસ્ટન્ટની પરીક્ષાઓ પણ જાહેર કરી હતી.
Gujarat Subordinate Services Selection
નવી તારીખ હવે પછી મંડળ દ્વારા નક્કી કરવામાં આવશે અને તેની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઇટ પર કરવામાં આવશે. સંબંધિત તમામ ઉમેદવારોને આ અંગે નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. આ નિર્ણયથી ઉમેદવારોને બે પરીક્ષાઓમાંથી એક પસંદ કરવાની મુંઝવણમાંથી રાહત મળી છે અને તેમને તૈયારી માટે પણ વધુ સમય મળશે.
