આ તેલથી માલિશ કરો અને મેળવો દરેક પ્રકારના દુ:ખાવાથી મુક્તિ

garlic
Last Modified ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2016 (17:12 IST)
મોટાભાગના લોકોને શરીરનો દુ:ખાવો રહે છે. જેવો કે માથાનો દુ:ખાવો અને કમરનો દુખાવો. અનેક પ્રકારની દવાઓનુ સેવન કર્યા પછી પણ દુ:ખાવાથી રાહત મળતી નથી.
જો તમને પણ શરીરનો દુ:ખાવો છે તો આજે અમે તમને બતાવીશુ એવો ઉપાય જેનાથી તમારા શરીરનો દુ:ખાવો દૂર થઈ જશે.
આ ઉપાય દરેક પ્રકારના શરીરના દુ:ખાવા માટે લાભકારી છે. તો આવો જાણીએ કયો છે એ ઉપાય.

સામગ્રી - લસણ, 30 ગ્રામ સરસવનુ તેલ, અડધી ચમચી અજમો.

વિધિ - સૌ પહેલા લસણની 4 કળીયોને છોલીને સરસવના તેલમાં નાખો. ત્યારબાદ તેમા અડધી ચમચી અજમાના દાણા નાખીને ધીમા તાપ પર પકવો.
લસણ અને અજમો કાળા પડી જાય ત્યારે તેલ ઉતારીને થોડુ ઠંડુ કરીને ગાળી લો. આ તેલને દુખાવાના સ્થાન પર માલિશ કરો. આ તેલથી માલિશ કરવાથી દરેક પ્રકારનો દુ:ખાવો દૂર થઈ જાય છે.


આ પણ વાંચો :