શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 10 જૂન 2021 (21:42 IST)

તમે કેવી રીતે પીવો છો પાણી - સૂતા પહેલા આ રીતે પીવો એક ગ્લાસ પાણી અને બચો હાર્ટ અટેકથી

પાણી એક દવાના રૂપમાં પણ કામ કરે છે જો તેને યોગ્ય સમય પર યોગ્ય માત્રામાં પીવામાં આવે. આયુર્વેદમાં જળને અમૃત સમાન માનવામાં આવ્યુ છે અને પાણી પીવા માટે સમય અને માત્રા પણ બતાવી છે. જો પાણીને ખોટી રીતે પીવામાં આવે કે ખોટા સમયે વધુ માત્રામા પીવામાં આવે તો તે શરીરને નુકશાન પહોંચાડી શકે છે.  
 
- 2 ગ્લાસ પાણી સવારે સૂઈને ઉઠ્યા પછી મોઢુ ધોયા વગર પીવો. તેનાથી શરીરના અંદરના અંગ એક્ટિવ હોય છે. બોડીની ઈંટરનલ ક્લીનિંગ થાય છે. 
- એક ગ્લાસ પાણી જમવાના 30 મિનિટ પહેલા પીવો. તેનાથી ડાઈજેશન સારુ થાય છે. 
- એક ગ્લાસ પાણી નહાતા પહેલા પીવો. તેનાથી હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. 
- એક ગ્લાસ પાણી ચા કે કોફી પીતા પહેલા પીવો. તેનાથી બોડીનુ PH લેવલ બેલેંસ થશે. એસિડીટી નહી થાય. 
- 2 ગ્લાસ પાણી સવારે સૂઈને ઉઠ્યા પછી મોઢુ ધોયા વગર પીવો. તેનાથી શરીરની અંદરના અંગ એક્ટિવ હોય છે. બોડીની ઈંટરનલ ક્લીનિંગ હોય છે. 
- એક ગ્લાસ પાણી સાંજે નાસ્તા પહેલા પીવો. પેટ ભરેલુ રહેશે. વધુ હેવી નાસ્તો નહી થાય અને જાડાપણાથી બચી જશો. 
- 1 ગ્લાસ પાણી એક્સરસાઈઝ કરવાના 10 મિનિટ પહેલા પીવો. તેનાથી એક્સરસાઈઝ કરવાના સમયે ડિહાઈડ્રેશનથી બચી શકાશે. એનર્જી રહેશે. 
- 2 ગ્લાસ પાણી એક્સરસાઈઝ કરવાના 20 મિનિટ પછી પીવો.  તેનાથી બોડીમાંથી નીકળેલા પરસેવાની ભરપાઈ થઈ જશે. બોડી હાઈડ્રેટ રહેશે. 
- એક ગ્લાસ પાણી થાક અને ટેંશનના સમયે પીવો. તેનાથી માઈંડ રિલેક્સ થાય છે. થાક અને ટેંશન ઓછુ થાય છે.