Health tips- Sun stroke થી બચાવશે આ 5 અસરદાર ઉપાયો(video)
ગરમીની ઋતુ આવી ગઈ છે અને આ દિવસોમાં લૂ લાગવી સામાન્ય વાત છે. ઉલ્લેખનીય છે કે લૂ લાગવાનુ સૌથી મોટુ કારણ છે શરીરમાં પાણીની કમી. તેથી સારુ રહેશે કે તમે ગરમીમાં વધુમાં વધુ પાણી પીવો. ગરમીને કારણે ચાલનારી લૂથી બચવા માટે ઘરની બહાર નીકળતા પહેલા હાથ અને મોઢુ કપડાથી કવર કરી લો. આ ઉપરાંત પણ એવા અનેક ઘરેલુ નુસ્ખા છે જે તમને લૂથી બચાવામાં ખૂબ મદદગાર સાબિત થઈ શકે છે.
1. ધાણા - સૌ પહેલા ધાણાને પાણીમાં થોડીવાર માટે પલાળી દો. પછી ધાણામાંથી પાણી કાઢીને તેને સારી રીતે મસળી દો. હવે પાણીને ગાળીને તેમા થોડી ખાંડ મિક્સ કરીને તેનુ સેવન કરો.
2. આમલી - આમલીના બીજ લૂ થી બચાવવામાં ખૂબ મદદરૂપ સાબિત થાય છે. થોડીક આમલીના બીજને વાટીને તેને પાણીમાં ઓગાળીને કપડાથી ગાળી લો. પછી આ પાણીમા ખાંડ મિક્સ કરીને તેનુ સેવન કરો.
3. ડુંગળી - ડુંગળે પણ લૂથી બચાવવામાં ખૂબ મદદરૂપ છે. રોજ ખાવામાં કાચી ડુંગળીને સલાદના રૂપમાં જરૂર સામેલ કરો.
4. લીંબૂ - રોજ ગરમીના દિવસોમાં લીંબૂ પાણીનુ સેવન જરૂર કરો. તેને પીવાથી તમારા શરીરમાં પાણીની કમી પૂરી થશે.
5. તરબૂચ, કાકડી અને ખીરુ
આ બધા ઉપરાંત ગરમીની ઋતુમાં તરબૂચ, કાકડી અને ખીરાનુ સેવન જરૂર કરવુ જોઈએ. આ ઉપરાંત ફળોનુ જ્યુસ પણ પીવુ લાભકારી છે.
જરૂરી ટિપ્સ
1. બહાર નીકળતા પહેલા હંમેશા તમારી સાથે પાણીની બોટલ સાથે રાખો અને થોડી થોડી વારમાં પાણી પીતા રહો.
2. તાપમાં નીકળતા પહેલા સમગ્ર અંગોને ઢાંકનારા કપડા પહેરો.
આવા જ વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો Webdunia gujarati