ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

Breakfastમાં જરૂર સામેલ કરો આ 6 વસ્તુઓ...

ઘણા લોકો બિઝી શેડ્યૂલને કારણે પોતાના ખાન-પાનની દિનચર્યા ખરાબ કરી દે છે. આરોગ્યપ્રદ રહેવા માટે દિવસની શરૂઆત હેલ્ધી બ્રેકફાસ્ટથી કરવી ખૂબ જરૂરી છે. બ્રેકફાસ્ટમાં એવી વસ્તુઓને સામેલ કરવી જોઈએ જેનાથી શરીરને ભરપૂર એનર્જી મળે અને તમે આખો દિવસ ફ્રેશ અનુભવ કરો. આજે અમે તમને કેટલીક આવી જ વસ્તુઓ વિશે બતાવવા જઈ રહ્ય છીએ.  જેને બ્રેકફાસ્ટમાં સામેલ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે. 
 
1. ઈંડા - બાફેલા ઈંડા, ભુરજી કે એગ સેંડવિચ વગેરેને બ્રાઉન બ્રેડ સાથે બ્રેકફાસ્ટમાં ખાવાથી તમારા શરીરમાં બધા પોષક તત્વોની કમી પૂરી થઈ જાય છે. 
 
2. બૈરીસ - એંટીઓક્સીડેંટના ગુણોથી ભરપૂર દહીમાં રેડ કે બ્લૂબેરીસ મિક્સ કરીને ખાવી આરોગ્ય માટે ખૂબ લાભકારી છે. તેનાથી તમને આખો દિવસ એનર્જી મળે છે. 
 
3. સૈલ્મન ફિશ - ફૈટી એસિડની માત્રાથી ભરપૂર સૈલ્મન ફિશનું બ્રેકફાસ્ટમાં સેવન તમને સોજા, હ્રદય રોગ,  ગઠિયા અને કેંસરના સંકટથી બચાવે છે. 
 
4. દ્રાક્ષ કે દાડમ - સવારે દ્રાક્ષ કે દાડમનુ જ્યુસ પીવાથી તમે હેલ્ધી રહેવાની સાથે સાથે જાડાપણાની સમસ્યાથી પણ બચ્યા રહો છો. આ ઉપરાંત તેનાથી શરીઅને આખો દિવસ એનર્જી મળે છે. 
 
5. દહી - બ્રેકફાસ્ટમાં દહી ખાવાથી સ્તન કેંસર ઓછુ થાય છે.. આ ઉપરાંત તેમા ખજૂર, કદ્દૂ અને અળસીના બીજ મિક્સ કરીને ખાવુ સ્કિન માટે ખૂબ લાભકારી હોય છે. 
 
6. ગ્રેન બ્રેડ - હૈવી બ્રેકફાસ્ટને બદલે સવારે નાસ્તામાં ગ્રેન બ્રેડ્ને આમલેટ સાથે ખાવ. તેનાથી તમને પેટ સંબંધી સમસ્યા નહી થાય. જેનાથી તમે આખો દિવસ આરામથી કામ કરી શકે છે.