1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: ગુરુવાર, 19 ઑક્ટોબર 2023 (13:27 IST)

Health Care - તમારા જીવનના 14 વર્ષ ઓછા કરી શકે છે આ બીમારી

Diabetes
ત્રીસ વર્ષની વયમાં થનારી ટાઈપ 2 ડાયાબિટીઝ પીડિતના જીવનના 14 વર્ષ સુધી ઓછા કરી શકે છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. અભ્યાસમાં એ પણ બતાવ્યુ છે કે 19 ઉચ્ચ આવક ધરાવતા દેશોમાંથી પ્રાપ્ત આંકડામાં જાણવા મળૉયુ છે કે 50 વર્ષની વયમાં ડાયાબિટીસ થાય છે તો તેના જીવનમાંથી 6 વર્ષ ઓછા થતા જોવા મળ્યા છે. કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયની મદદથી કરવામાં આવેલ આ અભ્યાસનુ પરિણામ જર્નલ ધ લેસેટ ડાયાબિટીજ એંડ એંડોર્કિનોલોજીમાં પ્રકાશિત થયુ છે. 
 
ઉલ્લેખનીય છે કે ટાઈપ 2 ડાયાબિટીસ કોઈ સાઈલેંટ કિલરથી કમ નથી જે ધીરે ધીરે પીડિતને મોતની નિકટ લઈ જાય છે. આ એક એવી બીમારી છે જે શરીરમાં ધીરે ધીરે વધે છે, જેને કારણે તેની તરત જ જાણ થઈ શકતી નથી. ૝
 
અભ્યાસ મુજબ ટાઈપ-2 ડાયાબિટીસથી હાર્ટ એટેક, સ્ટ્રોક, કિડનીની સમસ્યા અને કેન્સર જેવી બીમારીઓનું જોખમ વધી જાય છે. અભ્યાસ માટે, કેમ્બ્રિજ અને ગ્લાસગો યુનિવર્સિટી સાથે સંકળાયેલા સંશોધકોએ ઇમર્જિંગ રિસ્ક ફેક્ટર્સ કોલાબોરેશન અને યુકે બાયોબેંકના ડેટાનું વિશ્લેષણ કર્યું. આમાં કુલ 15 લાખ લોકો સામેલ હતા. અભ્યાસના પરિણામો દર્શાવે છે કે ડાયાબિટીસ જેટલી નાની ઉંમરે દેખાય છે, આયુષ્ય ઓછું હોય છે. સામાન્ય રીતે, દર 10 વર્ષ પહેલાં ડાયાબિટીસ હોવું એ આયુષ્યમાં ચાર વર્ષના ઘટાડા સાથે સંકળાયેલું હતું.
 
મહિલાઓને વધુ સંકટની સમસ્યા 
 
અભ્યાસ મુજબ ડાયાબિટીસ મહિલાઓ માટે વધુ ખતરનાક છે. આંકડા અનુસાર, જે મહિલાઓમાં આ રોગનું નિદાન થયું હતું તે 30 વર્ષની વયે હતી. તેઓ સરેરાશ 16 વર્ષ પહેલાં મૃત્યુ પામી હતી.
 
નિષ્ણાતો કહે છે કે જો ગંભીર જોખમ ધરાવતા લોકોને ઓળખવામાં આવે અને સમયસર સહાય પૂરી પાડવામાં આવે તો ટાઇપ 2 ડાયાબિટીસને અટકાવી શકાય છે. જેમાં દવાઓથી લઈને જીવનશૈલીમાં બદલાવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વ્યાપક સામાજિક ફેરફારો પણ જરૂરી છે, જેમ કે આહારમાં સુધારો કરવો અને શારીરિક પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે સારું વાતાવરણ પૂરું પાડવું. 
 
ડાયાબિટીસથી કેવી રીતે દૂર રહેવુ ?
 
- સ્વસ્થ વજન બનાવી રાખો. જાડાપણુ ડાયાબિટીસનુ એક મુખ્ય જોખમનુ કારણ છે. 
- નિયમિત રૂપથી કસરત કરો. કસરત વજન ઓછુ કરવામા અને ઈંસુલિન પ્રત્યે સંવેદનશીલતાને વધારવામાં મદદ કરી શકે છે. 
- પૌષ્ટિક ભોજન કરો. તમારી ડાયેટમાં ફાઈબર, ફળ, શાકભાજી અને ફણગાવેલા અનાજ સામેલ કરો. ઓછુ ફૈટ, ઓછુ સોડિયમ અને ઓછા ખાંડવાળા ફુડને પસંદ કરો. 
- નિયમિત રૂપથી હેલ્થ ચેકઅપ કરાવો. જો તમને ડાયાબિટીસનુ સંકટ છે તો તમારા ડોક્ટર સાથે વાત કરો. તે તમને નિયમિત રૂપથી તપાસ કરવાની સલાહ આપી શકે છે. 
- તનાવને ઓછો કરો. તનાવ ડાયાબિટીસનુ એક જવાબદાર કારણ છે 
- ધૂમ્રપાન છોડી દો. ધૂમ્રપાન ડાયાબિટીસનુ એક જોખમ કારણ છે 
- સાફસફાઈનુ ધ્યાન આપો. ખરાબ ઓરલ હેલ્થ ડાયાબિટીસનુ એક જોખમ કારક સાબિત થઈ શકે છે.