બુધવાર, 22 જાન્યુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By
Last Modified: સોમવાર, 16 ઑક્ટોબર 2023 (16:50 IST)

World Anaesthesia Day: એનેસ્થીયા શુ છે અને ક્યારે આપવામાં આવે છે ? જાણો તેના વિશે જરૂરી વાતો

anesthesia
anesthesia
Types of anesthesia - તમે એનેસ્થેસિયા (Anaesthesia)  વિશે ઘણું સાંભળ્યું હશે. જેમ કે સર્જરી પહેલા એનેસ્થેસિયા આપવામાં આવ્યો હતો અને લગાવ્યા પછી ખબર જ ન પડી શુ થયુ, એવુ લાગે કે જાણે વ્યક્તિ સૂઈ ગયો. આ બધી બાબતો એનેસ્થેસિયા સાથે સંબંધિત છે,  મોટાભાગના લોકો જાણતા નથી કે તે શું છે. ડોકટરો ક્યારે અને શા માટે તેનો ઉપયોગ કરે છે? એનેસ્થેસિયાના ઉપયોગથી શરીર પર શું અસર થાય છે? આવો, આ બધી બાબતો વિશે વિગતવાર જાણીએ.  
 
એનેસ્થીસિયા શુ છે -  What is anesthesia 
 
એનેસ્થીસિયા એક એવી દવા છે જે દર્દીને પીડાથી બચાવવા માટે આપવામાં આવે છે. દરેક સર્જરી પહેલા દર્દીને આ આપવામાં આવે છે. જેથી તેને ખબર જ ન પડે કે સર્જરી દરમિયાન તેની સાથે શુ થયુ. એનેસ્થીસિયાથી દર્દી ઊંડી ઉંઘમાં જતો રહે છે. તેનાથી શરીરની સંવેદનાઓ સુન્ન થઈ જાય છે અને કોઈ વસ્તુનો તેને અહેસાસ થતો નથી.  એનેસ્થીસિયા માટેજે દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે એ દવાઓને એનેસ્થેટિક (anesthetic) કહેવામાં આવે છે.  તેમા સામેલ થઈ શકે છે.  
 
- ગેસ અનેસ્થીસિયા 
- ઈંજેક્શન 
- ત્વચા કે આંખો પર લગાવવા માટે ટૉપિકલ એનેસ્થીસિયા 
 
અનેસ્થીસિયા ક્યારે આપવામાં આવે છે -  What is anesthesia used for
સામાન્ય રીતે અનેસ્થીસિયાનો ઉપયોગ બધી સર્જરી દરમિયાન કરવામાં આવે છે. માથુ, છાતી અને પેટના ભાગની સર્જરીમાં મુખ્ય રૂપથી ઉપયોગમાં લેવામાં આવે છે કારણ કે આ ભાગમાં સર્જરી મોટી અને દર્દનાક હોઈ શકે છે. આ ઉપરાંત ક્યાક ટાંકા લગાવવા અને ખોલવા દરમિયાન પણ ડૉક્ટર અનેસ્થીસિયા આપે છે. આ ઉપરાંત તે તમામ વસ્તુઓ જેમા શરીર અને નસો વચ્ચે દુખાવો થઈ શકે છે, એનેસ્થીસિયા આપીને બ્રેનથી શરીરનુ કનેક્શન કાપવામાં આવે છે જેથી વ્યક્તિને કશુ મહેસૂસ ન થાય. 
 
એનેસ્થીસિયાના પ્રકાર -  Types of anesthesia
 
એનેસ્થીયાના મુખ્ય રૂપથી ત્રણ પ્રકાર છે 
 
1. લોકલ એનેસ્થીસિયા -  Local anesthesia 
જેના દ્વારા શરીરના બસ એક નાનકડા ભાગને સુન્ન કરવામાં આવે છે. આ મોતિયાબિંદ સર્જરી, ડેંટલ સર્જરી કે સ્ર્કિન બાયોપ્સી દરમિયાન આપવામાં આવે છે. 
  
2. જનરલ અનેસ્થીસિયા - General anesthesia 
લાંબી અને મોટી સર્જરી દરમિયાન આ અનેસ્થીસિયા આપવામાં આવે છે. આ સર્જરી શરીરના કોઈપણ અંગની હોઈ શકે. 
 
3. રીજનલ એનેસ્થીસિયા -  Regional anesthesia
રીજનલ અનેસ્થીસિયા શરીરના ભાગમાં દુખાવો રોકવા માટે આપવામા આવે છે. જેવુ કે  બાળકના જન્મના દુખાવાને ઓછુ કરવા માટે કે સી-સેક્શન દરમિયાન, ઘૂંટણની સર્જરી દરમિયાન, હાથ અને જાંઘની સર્જરી દરમિયાન અનેસ્થીસિયા આપવામાં આવે છે.  
 
અનેસ્થીસિયાના સાઈડ ઈફેક્ટ શુ હોય છે - Anesthesia side effects  
 
એનેસ્થેસિયાની સાઈડ ઈફેક્ટ દરેક વ્યક્તિ માટે જુદા જુદા હોઈ શકે છે.  જેવા કે 
- ઉબકા અને ઉલ્ટી
- પીઠનો દુખાવો અથવા સ્નાયુમાં દુખાવો
- થાક અને નબળાઈ
- ખંજવાળ
- ચક્કર આવવા 
ઉલ્લેખનીય છે કે એનેસ્થેસિયા પછી તેની અસર લગભગ 12 થી 18 કલાક સુધી રહી શકે છે. તેનો અનુભવ દરેક માટે જુદો જુદો  હોઈ શકે છે. તેથી, શ્રેષ્ઠ સૂચન એ છે કે આ સમયગાળા દરમિયાન ડૉક્ટરની દેખરેખમાં રહેવું અને તેમની સલાહ સાંભળવી